ઉનાની મહેતા હોસ્પિટલમાં ફાયર એન. ઓ.સી.બાબતે રિજિયોનલ ફાયર ઓફિસર રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી
ભાવનગર રીજીયન પાસે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ, એવરેસ્ટ હોસ્પિટલ મલ્ટી
સુપર સ્પેશિયાલિટી એવમ મહેતા ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ, વડલા ચોક, ઉના તા.ઉના જિલ્લો ગીર સોમનાથમાં ફાયર
એન. ઓ.સી. બાબતે અરજી, રોજ કામ અને ફાયર એનઓસી માટે બીડેલ તમામ ડોક્યુમેન્ટ અને રેકર્ડની વિગતો ઉનાના સામજિક
આગેવાન અને કોળી સમાજના યુવા નેતા રસિક ચાવડા દ્વારા માંગી હતી.
માહિતીમાં રિજિયોનલ ફાયર ઓફિસર ભાવનગર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ અન્વયે માહિતી આપવામાં આવી. આ
માહિતીમાં ફાયર એન. ઓ.સી. બાબતના ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. તે ડોક્યુમેન્ટમાં હોસ્પિટલના બાંધકામની વિગતોમાં
માત્રને માત્ર સંસ્થાનું ચેરિટી કમિશનરનું નોંધણીનું પ્રમાણપત્ર છે. અને જે નવા બિલ્ડિંગમાં ફાયર એનઓસી મેળવેલ છે તે બિલ્ડીંગનું
એકપણ ડોક્યુમેન્ટ જોડેલ નથી. એટલે આ એનઓસી મેળવવા કંઈકને કંઈક ભ્રષ્ટાચાર થયો હોય એવી આશંકા સેવાય રહી છે.ત્યારે
આ ફાયર એનઓસીના તમામ ડોક્યુમેન્ટ્સની ફરીથી તપાસ કરવામાં આવે અને હોસ્પિટલ બિલ્ડીંગના તમામ ડોક્યુમેન્ટ ફિટનેસના
ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવે તેવી માંગ ચાવડાએ કરી છે.
રસિક ચાવડા એ પત્ર માં જણાવ્યું હતું કે નગરપાલિકા માંથી પણ જાણવા મળ્યા મુજબ નવા બિલ્ડીંગ બાબતે કોઈ મંજૂરી મેળવેલ
નથી .અને જો નવા બિલ્ડીંગ બાબતે સ્થાનિક સત્તા મંડળે મંજૂરી આપેલ ન હોય તો ફાયર એનઓસી કઈ રીતે મળી શકે, તે બાબતે
ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય અને રોજકામ અને સ્થળ તપાસ કરનાર અધિકારી સામે અને સોગંદનામુ કરનાર સામે કાર્યવાહી
કરવામાં આવે. ફાયર એનઓસી મેળવવા માટે જોડેલ તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થાય અને તપાસ કરવામાં આવે એવી માંગ
કરવામાં આવી છે. જવાબદાર તમામ સંચાલકો, સ્થાનિક ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરવામાં આવે. નિયામક, રાજય
અગ્નિ નિવારણ સેવાઓ, બ્લોક ગાંધીનગર કમિશ્નર, મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશન, ગાંધીનગર,અધીક મુખ્ય સચિવ , શહેરી
વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર, ચીફ ઓફીસર વર્ગ ૧, પ્રાદેશીક નગરપાલીકાઓ, ભાવનગર સમક્ષ કરવામાં
આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેતા હોસ્પિટલ હંમેશા વિવાદોમાં રહી છે. કાયદા નીતિ નિયમો ના ડર રાખ્યા વગર મહેતા હોસ્પિટલ દ્વારા
નગરપાલિકાએ આપેલી જમીનમાં ખાનગી કંપનીનું નામકરણ કરી અન્ય રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલને આપી દીધેલી
છે. આ ખાનગી હોસ્પિટલનો ડ્રેસ પણ હોસ્પિટલના કર્મચારીઓ પહેરી ફરે છે તેનું નામ પણ હોસ્પિટલના બિલ્ડીંગમાં લખી નાખ્યું
છે. લોકોની સેવા અને આરોગ્યાના હેતુ સાથે નિર્માણ થયેલ હોસ્પિટલ અત્યારે ખાનગી હોસ્પિટલ કરતા પણ મોંઘી બની છે. ત્યારે
કાયદાનો ડર રાખ્યા વગર મંજૂરી વગર બિલ્ડીંગ ઊભા કરવા અને નીતિ નિયમોનો ઉંલાળીયો કરવાની માનસિકતા વહીવટદારો ધરાવે
છે. તાજેતરમાં આયુષ્યમાન કાર્ડ અને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડમાં પણ કોંભાડ સામે આવ્યું છે. સરકારના પણ રૂપિયા ચાઉં કરવાની
માનસિક વાળા લોકો પાસે સેવાની અપેક્ષા કંઈ રીતે રાખી શકાય. ત્યારે આ હોસ્પિટલ સામે સરકાર દ્વારા તેમના ટ્રસ્ટી મંડળ સામે
સખત કાર્યવાહી કરવામાં આવે કારણ કે તેના સાથ સહકાર વગર અવડું મોટું કોંભાડ શક્ય નથી. આ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના મુખ્ય
ટ્રસ્ટી અને ઉનાના નામાંકિત વેપારી આ હોસ્પિટલનું સંચાલન કરે છે. અને તેની વ્યાપારી માનસિકતા અહીં લોકોને સેવા અને
આરોગ્યના ઉદ્દેશ્યને ચરિતાર્થ થવા દેતો નથી. અને આ વેપારી સામે ભૂતકાળમાં પણ મૃતક વ્યક્તિના નામે લોન લઈ વાહનો બરોબર
કરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે આ ટ્રસ્ટીની હકાલ પટ્ટી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોક ચર્ચા પણ થઈ
રહી છે. અને આ ટ્રસ્ટીની સહી દ્વારા જે કંઈપણ વહીવટ થયા છે તેની ચેરિટી કમિશનર દ્વારા પણ તપાસ થાય તેવી લોક માંગ થઈ
રહી છે. આ ટ્રસ્ટીઓની ઉચ્ચ રાજકીય વગ, ધાર્મિક વગ અને ઉદ્યોગ ગૃહોની વગને કારણે તેમની સામે પગલાં ભરાશે કે પછી ઘી ના
ઠામ માં ધી પડી ભીનું સંકેલાઈ જશે.
