Gujarat

ઉના શહેરની જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ (મહેતા હોસ્પિટલ) દ્વારા આયુષ્માન ભારત કાર્ડ યોજનામાં કરેલ ભ્રષ્ટાચાર તેમજ નીતિ નિયમનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા ડે. કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું..

ઊનાની જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ મહેતા હોસ્પિટલમાં આયુષ્માન ભારત કાર્ડ યોજનામાં કૌભાંડ તેમજ જે જગ્યા નેત્ર રક્ષા ટ્રસ્ટને આરોગ્યની સેવા માટે ફાળવેલ હતી. પરંતુ તે જગ્યાએ હાલ જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ મહેતા હોસ્પિટલના નામે ઉભી કરેલ છે. આ હોસ્પીટલના  બિલ્ડિંગમાં વધું બાંધકામ માટે મંજુરી મેળવેલ નથી સહીતમાં વિવિઘ પ્રશ્નો બાબતને સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ દ્વારા સામાજિક કાર્યકર રસિકભાઈ ચાવડા, ભરતભાઇ રાઠોડ સહીતનાં લોકોએ રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધી પ્રાંત અધિકારી ડે.કલેક્ટર રાવલને રજૂઆત કરી હતી. અને જો આ હોસ્પિટલની તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ મોટું કૌભાંડ પણ બહાર આવે તેમ છે. જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે.
ઉના શહેરમાં જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ મહેતા હોસ્પિટલ સંચાલિત છે. હાલ જ્યાં હોસ્પિટલ સંચાલિત છે તે જગ્યા નેત્ર રક્ષા ટ્રસ્ટને આરોગ્યના હેતુ માટે ફાળવેલ હતી. પરંતુ તે જગ્યાએ હાલ જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ મહેતા હોસ્પિટલના નામે હોસ્પિટલ ચાલે છે. ઉપરાંત હોસ્પિટલ દ્વારા જુના બિલ્ડીંગના બાંધકામ માટે નગરપાલિકા ઉનાની મંજુરી મેળવેલ છે. પરંતુ તે પછી અન્ય બાંધકામ કરેલ છે જેની હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારની મંજુરી મેળવેલ નથી. તેમજ જમીન જે હેતુ માટે ફાળવવામાં આવી છે તે જમીન એવરેસ્ટ હોસ્પિટલ નામે બોર્ડ મારવામાં આવેલ છે. તેમજ સ્ટર્લીંગ એક્યુરીસના નામે પણ બોર્ડ લગાવવામાં આવ્યો છે. અને ટ્રસ્ટને જમીન જે હેતુ માટે ફાળવેલ હોઈ તે જમીનનો ઉપયોગ અન્ય નામે થઈ શકે ? અન્ય ખાનગી સંસ્થાને આપી શકાય કે કેમ ? જો ના થઈ શકે તો આ હોસ્પિટલ વિરૂધ શરતભંગના નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.
આ ઉપરાંત મહેતા હોસ્પિટલ દ્વારા ૧૦ દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ યોજના હેઠળ સારવાર ન આપવા છતાં કુલ રૂ. ૧૭.૯૦ લાખ કલેઈમ બુક કરી ભ્રષ્ટાચાર આચરેલ છે. આ બાબતે અધિક નિયામક દ્વારા કુલ રૂ.૧૭.૯૦ લાખ દિવસ ૭ માં જમા કરાવવા આદેશ કરેલ હતો. જે મહેતા હોસ્પિટલ દ્વારા સરકારી નાણાની ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય તો હોસ્પીટલના જવાબદાર તબીબો, સ્ટાફકે પછી ટ્રસ્ટીઓ વિરૂધ સરકારી નાણાની ઉચાપત કરવા બદલ ફક્ત નાણા પરત લેવાની સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. અને આ હોસ્પિટલ દ્વારા સરકારી નીતિનિયમોનો ભંગ કરી ગરીબ લોકોની રાહત દરે સારવાર કરવાને બદલે ગરીબ લોકોના રૂપિયા લૂટવાનો વ્યવસાય શરૂ કર્યો હોય આ તમામ બાબતોની તપાસ થાય તે જરૂરી છે અને તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી હોસ્પિટલને આપેલી જમીન પર નગરપાલિકાની મંજુરી વગર બાંધકામ કરવા બદલ, BuC સર્ટીફીકેટ વગર હોસ્પીટલનું સંચાલન કરવા બાબતે, શરતો વિરુધ જઈ પ્રાઇવેટ સંસ્થાને સ્ટર્લીંગ એક્યુરીસ નામે જગ્યા આપવા બદલ, પાર્કિંગના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ અને સરકારી નાણાનો દુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરવા બદલ જવાબદાર લોકો સામે નાણા ઉચાપતની ફરિયાદ નોંધવા સાથે મહેતા હોસ્પિલનું તમામ સંચાલન સરકારના આરોગ્ય વિભાગ હસ્તક કરવા માંગ પણ કરવામાં આવી હતી…
બોક્ષ્  –  મહેતા હોસ્પીટલ સંસ્થાના માનદમંત્રી તરીકે હોદો ધરાવતા દિપકભાઇ શાહે જણાવેલ કે જમીન ૩૩ વર્ષ પહેલા જે ટ્રસ્ટે આ જગ્યા જનરલ અને આંખની હોસ્પીટલ ચલાવવા માટે આપી છે. જ્યારે આ સંસ્થાએ જમીન સંભાળી ત્યારે તેના ડોક્યુમેન્ટ તેમજ જાહેરાત આપવામાં આવી છે. અને અવાર નવાર જેમના પર આક્ષેપોની સામે અમે ન. પાલીકાના લાયસન્સથી માંડી બધુજ લીધેલુ છે. અને ન.પા. આનો ટેક્ષ વેરો ઉઘરાવે છે જેનો તા.૩૧ માર્ચ સુધીનો વેરો પણ ભરી આપેલો છે. તો આજે ૩૩ વર્ષ પછી આ પ્રશ્નો પાછો આવ્યો તેના વિશે આમારી પાસે આગળના ખુ્લાસા કરીશુ. અમે અત્યાર સુધીમાં ૬૮ હજાર દર્દીઓને પાંચ વર્ષમાં આયુ્ષ્માન યોજના હેઠળ સેવાઓ પુરી પાડી છે. જેની અંદર કોઇ ફરીયાદ નથી. તેમ છતાં પણ ૧૦ નાના નાના કેસો જે કઇ પણ છે તેના માટે બન્ને પક્ષેથી તપાસ ચાલુ છે. અને ૪૫ દિવસની મુદત માટે અમે મેઇલ દ્રારા કરેલી છે. અને તેની તપાસ માટે સરકાર સાથે બેસી તેનો ખુલાસો આપવા અમારા ડિપાર્ટમેન્ટના ડોક્ટરો તેના જવાબદાર છે…

IMG-20230418-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *