Gujarat

ઉના શહેરમાં બસ સ્ટેશન નજીક ડમ્પરે બાઇક ચાલકને હડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થેજ કમકમાટી ભર્યુ મોત. ૧ ને ઇજા…..

અક્સ્માતની ઘટના સર્જાતા લોકોએ બુમાબુમ કરવા છતાં ડમ્પર ચાલકે ૪૦૦ મીટર સુઘી વિલના ટાયર નીચે યુવકને ઢસળ્યો..હાથ
અલગ

ઉના હાઇવે બાયપાસનું કામ છેલ્લા ઘણા વર્ષોથી સરું છે તેમ છતાં તંત્રના પેટનું પાણીય હલતું નથી અને આજ સુઘી હાઇવે રોડનું
કામ પૂર્ણ થયેલ ન હોય જેના કારણે તમામ મોટા ટ્રક, ડમ્પર જેવા વાહનો શહેરમાંથી બેફામ ચલાવી પસાર થતા હોય છે. ત્યારે
અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અગાઉ ટાવર ચોક પાસે ટ્રક ચાલકે યુવાનની હડફેટે લેતા મોત નિપજ્યુ હતું. ત્યા
આજે ઉના બસસ્ટેશન નજીક બેફામ ચાલતા ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ડમ્પરના પાછલા વિલના ટાયર નીચે આવી જતાં એક
વિપ્ર યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે એક યુવાનને ઇજા પહોચતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલે
ખસેડવામાં આવેલ છે…
ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઇ બાબુભાઇ ઠાકર તેમજ કાસમ અલી જમરોઠ આ બન્ને યુવાનો બાઇક નં.
જી જે ૧૧ એ પી ૭૦૭૫ પર બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે બેફામ ઝડપે ચલાવી આવતો ડમ્પર ચાલકે બાઇકને પાછળના
ભાગેથી હડફેટે લેતા ચંદ્રેશભાઇ ટ્રકના પાછલા વિલના ટાયર તેમના પર ફળી વળ્યુ હતુ. પરંતું આ અકસ્માત સર્જાયેલ હોવા છતાં  ટ્રક
ચાલકે યુવાનને ૪૦૦ મીટર જેટલા દૂર ટાયરની નીચે ઢસળ્યા હોય આજુબાજુમાંથી પસાર થતા વાહન ચાલકોએ તેમજ આ
વિસ્તારના લોકોએ બુમાબુમ કરવા છતાં ડમ્પર ચાલકે પુર ઝડપે ચલાવતા લોકોએ ડમ્પર પાછળ દોટ મુકી તેને રોકાવ્યો હતો. જોકે
આ ગંભીર અકસ્માતમાં ચંન્દ્રભાઇનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે ચંદ્રેશભાઇનો જમણો હાથ
અકસ્માતમાં તેમના શરીરથી અલગ થઇ ગયેલ અને હાથ બસ્ટેશન પાસે મળી આવેલ જ્યારે તેમનો મૃતદેહ માર્કેટીંગ યાર્ડ પાસે જોવા
મળેલ હતો. ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે તેમની સાથે રહેલ કાસમ ઉર્ફે કાસુ અલી જમરોઠને હાથના ભાગે
ઇજા પહોચતા સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. બેફામ ચલાવતા ટ્રક ચાલક વિપુલ બાબુ જાદવ રહે. ખાપટ નશાની
હાલતમાં હોવાનું જાણવા મળેલ હોય લોકો તેમને પકડી પાડી મેથીપાક આપ્યો હતો. આ અકસ્માતની ઘટના બનતા લોકોના
ટોળેટોળા એકઠા થતા ટ્રાફીકના દ્રશ્યો સર્જાયા હતા. યુવાનના મૃતદેહને સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. આ
અકસ્માતની જાણ નગર સેવક મનોજભાઇ બાંભણીયા, કોળી સેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયા, નગર પાલીકાના ઉપપ્રમુખ
ચંદ્રેશભાઇ જોષી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઇ બાંભણીયા સહીતના પરીવારજનો મિત્રો યુવાનો આગેવાનો મોટી
સંખ્યામાં લોકો હોસ્પીટલે દોડી ગયા હતા. આ અંગે ઇજાગ્રસ્ત કાસમ જમરોઠે પોલીસેમાં ડમ્પર ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
બોક્ષ્ – નાનાભાઇનો મૃતદેહ નિહાળી મોટાભાઇની તબિયત લથડી…
રામનવમીની ઉજવણીની તૈયારી પરીવારમાં શરૂ હોય અને અચાનક પરીવારમાં જાણ થતા કે ચંદ્રેશભાઇનું એક્સીડન્ટ થયુ છે તેમના
મોટાભાઇ તાત્કાલીક હોસ્પીટલે પોહચતા જ્યાં નાનાભાઇનો મૃતદેહ નિહાળતા તેમની તબિયત લથડતા તેમને હોસ્પીટલમાં તબિબ
દ્રારા સારવાર આપવામાં આવી…
બોક્ષ્ – રાત્રે મિત્રો સાથે રામનવમીની ઉજવણીની તૈયારી કરી સવારે મોત મળ્યુ…
ન જાણ્યુ જાનકી માથે કે સવારે શું થવાનું તેમ ચંદ્રેશભાઇ ઠાકર દાદાના હુલામણા નામથી ઓળખાય છે. તેમણે તેમના મિત્રો સાથે
રાત્રીના રામનવમીની ઉજવણીની મિત્રો સાથે તૈયારી કરી સવારે મળીશું તેમ કહી છુટા પડ્યા અને સવારે વિપ્ર યુવાનના મોતના
સમાચાર મળતા મિત્ર મંડળ ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી.

-બસ્ટેશન-નજીક-ડમ્પર-ચાલકે-બાઇકને-હડફેટે-લેતા-એક-યુવાનનું-ઘટના-સ્થેજ-કમકમાટી-ભર્યુ-હતો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *