ઉના સરકારી હોસ્પિટલના ડો. નવલકુમાર મિશ્રાએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ નાના વર્ગના કર્મચારીઓને પોતાના સ્વખર્ચે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ શિયાળાની ઠંડી સમયે માનવતા દાખવી હોસ્પિટલમાં ફરજ બજાવતા નાના વર્ગના તમામ કર્મચારી ભાઈઓ બહેનોને મદદરૂપ થવા ડો. મિશ્રાએ ધાબળા તેમજ ચીકીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ ડોકટરે ધાબળા વિતરણ કરતા કર્મચારી ઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે ડો. નવલકુમાર મિશ્રા પોતાની ફરજ દમિયાન પણ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સંકટ સમયે મુશ્કેલી આવી પડે ત્યારે પણ આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે. આમ દર વર્ષે તમામ નાના વર્ગના કર્મચારીઓને મદદરૂપ થઈ ધાબળા વિતરણ કરી સેવાનું કાર્ય કરતા સૌ કોઈએ આ સેવાકીય કામગીરીને બિરદાવ્યું હતું.


