Gujarat

ઉમા પ્રાથમિક કન્યા વિદ્યાલયમાં 11 મો વાર્ષિક મહોત્સવ તથા પ્રતિભા સન્માન સમારોહ (વર્ષ:2022-23)

શ્રી જે.પી. રાણીપા ઉમા પ્રાથમિક કન્યા વિદ્યાલય-ધ્રોલમાં તારીખ:2-3-2023 ને ગુરુવાર ના રોજ 11 મો વાર્ષિક મહોત્સવ તથા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરેલ. જેમાં અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાણીપા (શ્રી જે.પી. રાણીપા ઉમા પ્રાથમિક શાળાના મુખ્ય દાતાશ્રી), અતિથિ વિશેષ ડેપ્યુટી કલેક્ટર શ્રી વિપુલભાઈ સાકરીયાએ પ્રોત્સાહિત પ્રચલ આપેલ. તથા શ્રી ભગવાનજીભાઈ કાનાણી (અધ્યક્ષશ્રી, શિક્ષણ સમિતિ), ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જાકાસણીયા, રમાબેન કે. મંદ્રા(DSDO), શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી વિજયાબેન બોડા તથા ગૌતમભાઈ દેસાઈ (DLSS કુસ્તી કોચ) ઉપસ્થિત રહી દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમ દીપાવ્યો.
         તેમજ શ્રી બી.એચ. ઘોડાસરા સાહેબ (મેનેજિંગ ટ્રસ્ટી ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ) તથા શ્રી જેરામભાઈ વાસજાળીયા (મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કડવા પટેલ કેળવણી મંડળ -ધ્રોલ)એ સંદેશા દ્વારા તથા જાંબુડા ઉમા સંકુલના સંચાલક શ્રી ગિરધરભાઈ પનારા તેમજ સંસ્થાના કારોબારી સભ્યો તથા વિવિધ શાળાના પ્રિન્સિપાલે બાળાઓને શુભેચ્છા આપી અભિનંદન પાઠવેલ. બહોળા પ્રમણમાં હાજર રહેલ વાલીઓ તથા મહેમાનો માટે સંસ્થા દ્વારા નાસ્તા નું આયોજન કરેલ.
      શાળામાં પ્રિન્સિપાલ ભાવનાબેન ચાંગેલા એ શાબ્દિક સ્વાગતથી ઉપસ્થિત સૌને આવકાર્યા. શાળાના શિક્ષકોએ મહેમાનનું સ્વાગત મોમેન્ટ તથા પુસ્તક અને પુષ્પગુચ્છથી અભિવાદન કરેલ. બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધેલ. ટ્રસ્ટીઓએ પ્રસંગિક પ્રવચન આપેલ. વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત કરેલ બહેનોને શિલ્ડ, ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરેલ. પ્રમુખ સ્થાનેથી ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાણીપા એ જુસ્સાદાર પ્રોત્સાહિત પ્રચલ આપેલ. કાર્યક્રમના અંતે ડેનિશાબેન પરસાણીયાએ આભાર વિધિ કરેલ અને રાષ્ટ્રગીત બોલીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.

IMG_20230302_212522.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *