Gujarat

ઊંઝામાં તેજ પ્રકાશના મણકાઓની અવકાશમાં રોશની જાેવા મળી

ઊંંઝા
સમગ્ર રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે રાત્રે આકાશમાં તેજ પ્રકાશના મણકાઓ સાથેની રોશની જાેવા મળી હતી. જેના પગલે આ અવકાશી નજારો જાેનાર લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જ્યારે જિજ્ઞાસુ લોકો રોમાંચિત થઈ ઉઠ્‌યા હતા. શરૂઆતમાં અજાયબી લાગતી આ ઘટના બાદમાં સ્ટારલિંક હોવાનું સામે આવ્યું હતું. આ નજારો ખેરાલુ તેમજ ઊંઝા તાલુકાના ગામના લોકોએ સ્ટારલિંક રાત્રે ૭ઃ૩૦, પોણા નવ આસપાસ જાેઈ હતી. દૃશ્યો ગામના લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા. સ્ટારલિંક એ એલન મસ્કની કંપની આખી દુનિયામાં સેટેલાઈટ દ્વારા જે ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે. તે કામ કંપની સ્ટારલિંક દ્વારા કરશે. આ માટે કંપનીએ અવકાશમાં ઉપગ્રહોનો સમુહ મોકલ્યો છે. તેને સ્ટારલિંક કહેવાય છે. સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે. જે ૩૪ દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે. તેનો હેતુ વૈશ્વિક કવરેજનો છે. સ્પેસએક્સે ૨૦૧૯માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું. મે ૨૦૨૨ સુધીમાં, સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (ન્ઈર્ં)માં ૨ હજાર ૪૦૦થી વધુ મોટા પ્રમાણમાં ઉત્પાદિત નાના ઉપગ્રહોનો સમાવેશ કરે છે. જે નિયુક્ત ગ્રાઉન્ડ ટ્રાન્સસીવર્સ સાથે વાતચીત કરે છે. એલન મસ્ક સેટેલાઇટ દ્વારા લોકોને ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે. તેમાં ઉન્નતિ માટે હવે વધુ ઉપગ્રહો મોકલવાની તૈયારી ચાલી રહી છે.

File-01-Photo-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *