ઊના તાલુકાનાં આમોદ્રા ગામે ગામસમસ્ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા કારડીયા રાજપૂત સમૂહ લગ્ન સમિતિનાં નેજા હેઠળ
નવમાં સમૂહ લગ્ન આમોદ્રા હાઇસ્કુલના મેદાનમાં યોજાયેલ હતા. જેમાં ગામની કુલ સાત દીકરી ઓએ પ્રણયપંથની પગદંડીએ
પદાર્પણ કરી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં માંડેલ હતા. સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ દ્વારા દરેક દીકરીઓને જરૂરી
ગૃહ ઉપયોગી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સમાજનાં અગ્રણીઓ અને દાતા ઓનું
સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમની સુંદર સફળતા માટે આમોદ્રા ગામ કારડીયા રાજપૂત સમૂહ લગ્ન સમિતિના દરેક
સભ્યો તેમજ સમાજનાં સેવાભાવી યુવાનો અને અગ્રણી ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
