Gujarat

ઊનાના ઊમેજ ગામની સીમ વાડીમાં જંગલી ભુંડના ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ…

ખેડૂતે કોરવાણ મગફળી વાવીને રાત્રીના ભૂડ ત્રાટકતા બીજ આરોગી ગયા..
ઊનાના ઉમેજ ગામની સીમ વાડી વિસ્તારમાં રાત્રીના સમયે ખેતરમાં ભૂંડ આવી ચઢતા ખેડૂતોએ હજુ આગોતરા મગફળી કોરવાણ
વાવીને ઘરે પહોચ્યાને ખેતરમાં જંગલી ભુંડ ત્રાટકતા સત્યનાસ કરી નાખેલ જેથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઉમેજ ગામના
ખેડૂત અલારખાભાઇની માલીકીની જમીન આવેલ હોય તેમાં આગોતરા કોરવાણની મગફળી વાવેલ હતી. અને સાંજના સમયે આ
ખેડૂતો વાવણી કર્યા બાદ ઘરે પહોચ્યાને રાત્રીના સમયે જંગલી ભૂંડ ત્રાટતા આખાય ખેતરમાં વાવણી કરેલ મગફળીના બીજ આરોગી
ગયા હતા. ખેડૂતે સવારે પોતાના ખેતરમાં પ્રવેશ કરતાજ અને જમીનમાં નજર કરતા ભુંડએ ખેદાન મેદાન કરી નાખેલ હોવાથી ભારે
નુકસાન થયેલ હતું. આ વિસ્તારમાં જંગલી ભુંડ તેમજ રોઝ જેવા વન્યપ્રાણીઓ આવી ચઢતા હોવાના કારણે ખેડુતો ત્રાહીમામ
પોકારી ઉઠ્યા છે.

-ગામની-સીમ-વાડીમાં-જંગલી-ભુંડના-ત્રાસથી-ખેડૂતો-ત્રાહીમામ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *