રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. ત્યારે અલગ અલગ શહેર તાલુકામાં કોરોનાના કેસો નોધાતા લોકોમાં પણ ભયનુ વાતાવરણ
ફેલાયેલ હોય કોરોના કેસો દિવસને દિવસે વધારો જોવા મળેલ તો તેની સામે તેવા દર્દીઓની રીકવરી પણ થતી હોય ત્યારે ગઇકાલે
ગીરસોમનાથ જીલ્લામાં કોરોનાનો એક કેસો નોધાયો હતો. ત્યા આજે ઉના પંથકમાં પણ એક મહીલા કોરોના પોઝીટીવ આવતા
આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયેલ છે.
ઉના તાલુકાના કોબ ગામે એક મહીલાને દર્દી, તાવ, ઉઘરસ હોય ઉના સરકારી હોસ્પીટલે તપાસ સારવાર અર્થે આવેલ હોય તબીબે
તપાસ કરી રેપીટેડ સેમ્પલ લેવામાં આવેલ હતો. જેમાં આ મહીલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. જેથી આરોગ્ય તંત્રમાં
દોડધામ મચી ગયેલ હતી. જોકે આરોગ્ય વિભાગ દ્રારા આ મહીલાના સેમ્પલ લીધા બાદ પોતાના ઘરે જતી રહેલ હોય તેના
મોબાઇલ નંબર લીધેલ પરંતુ હાલ મોબાઇલ નંબર બંધ આવતા આરોગ્ય તંત્ર ધંધે લાગી ગયેલ અને આરોગ્ય તંત્ર દ્રારા મહીલાના
પરીવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવશે અને તે સેમ્પલને ઉપર મોકલાવી આગળની તપાસ હાથ ધરવામાં આવશે તેવું તાલુકા
હેલ્થ ઓફીસરે જણાવેલ. આમ ઉના પંથકમાં કોરોનાનો એક કેસ સામે આવતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયેલ છે.
