ઊના – ઊના ગીરગઢડા તાલુકામાં કોદીયા, જરગલી અને ખત્રીવાડા ગામમાં ત્રણ આંગણવાડીના નવા બિલ્ડીંગ નિર્માણ કરવા મંજુરી
મળી અને કન્ટ્રક્શન કંપની દ્રારા વર્કઓર્ડરની શરતોનું ઉલ્ઘન કરવામાં આવ્યુ હોય તે મુજબ કામ શરૂ ન કર્યુ. અને કામ શરૂ કર્યુ તો
કામમાં લોલમ લોલ હોય તેમ હાલ ખત્રીવાડા ગામમાં શ્રમિકો દ્રારા કામ કરવામાં આવે છે. એ પણ હલકી ગુણવતાનું કામ થતુ હોય
ગામના સરપંચ જીતેન્દ્રભાઇ શિયાળ દ્રારા કામનું નિરીક્ષણ કરી તાત્કાલીક કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટરમાં દોડધામ મચી જવા
પામેલ…
આ અંગેની પ્રાપ્ત વિગત બન્ને તાલુકા ગામ જેવા કે કોદીયા, જરગલી અને ખત્રીવાડા આ ત્રણેય ગામમાં નવી આંગણવાડીનું મકાન
બનાવવા સરકાર દ્રારા રૂ. ૧૬ લાખથી વધુના કામ મંજુર થયા તેની સામે ઇજારદાર જે બી કન્ટ્રક્શન કંપની દ્રારા ૮.૭૦ ટકા નિચીનું
ટેન્ડર ભરતા તે ટેન્ડર રૂ.૧૬ લાખથી વધુનું હોય અને ૮.૭૦ ટકાનું ટેન્ડર મંજુર થયેલ ત્યાર બાદ પંચાયત માર્ગ અને મકાન વિભાગના
કાર્યપાલક ઇજનેર દ્રારા તા.૨૫ જુન ૨૦૨૧ ના વર્કઓર્ડર કાઢવામાં આવ્યો. અને આ વર્કઓર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ કે
આ નવનિર્મિત આંગણવાડીનું કામ ૮ માસની મુદત હોય એટલે કે તા.૨૫ જુન ૨૦૨૧થી શરૂ કરી તા.૨૬ ફેબ્રુ. ૨૦૨૨ના પૂર્ણ
કરવાનું રહેશે. તેમજ કરારનામામાં જે આઇટમ સાથે જે જથ્થો બતાવામાં આવેલ તે દરેક જ્થ્થા મુજબ કામ કરવાનું રહેશે અને
જથ્થામાં ફેરફાર કરવાનો થાય કે વધુ કરવાનો થાય તો પરવાનગી લેવી આટલો ઉલ્લેખ કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્રારા જે સમય
મર્યાદામાં કામ શરૂ કરવાનું હતું તે મુજબ કામ થયુ નથી તેવો આક્ષેપ ખત્રીવાડા ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઇ શિયાળે કરેલ
વધુમાં તેમણે જણાવેલ કે કન્ટ્રક્શન કંપનીએ તા.૨૬ ફેબ્રુ ૨૦૨૨માં કામ પૂર્ણ કરવાનું હતું. તેના બદલે જાન્યુ.૨૦૨૩માં કામ શરૂ કર્યુ
અને હાલ ભગવાન ભરોસે શ્રમિકો કામ કરી રહ્યા છે. કામ કેવુ થાય છે તેની દેખરેખ રાખવા ઓબઝરવર પણ સ્થળની મુલાકાત કરતા
નથી. અને આજે શ્રમિકો દ્રારા સ્લેબ ભરવાનું કામ શરૂ હતું. જ્યારે સ્લેબમાં મિલરમાં કાચુ મટીરીયલ્સનું મિશ્રણ કરવું જોઇએ. પરતુ
મિલનો ઉપયોગ થતો ન હોય આંગણવાડીમાં સ્લેબજ નબળો ભરાતો હોય તો બાળકો આ આંગણવાડીમાં બેસે તો ભયના ઓથાર
નિચે બેસે માટે આ નબળી ગુણવતાનું કામ થતુ હોય સરપંચ દ્રારા આ કામ અટકાવી દેવામાં આવેલ છે. તેમજ આ કામની
ઉચ્ચઅધિકારી દ્રારા તપાસ થાય અને જવાબદારો સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.


