Gujarat

ઊનાના ગરાળ ગામની સીમ વિસ્તારમાં દીપડી સાથે તેના ચાર બચ્ચાનું રેશ્ક્યુ કર્યુ.

આંબાવાડીમાં અવાવરૂ ઓરડીમાં રહેણાંક બનાવી દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો હતો..જેથી ખેડૂતોમાં ભય ફેલાયો હતો..
ઉનાના ગરાળ ગામની સીમ વિસ્તારમાં આવેલ આંબાવાડીમાં અવાવરૂ ઓરડીમાં દીપડીએ રહેણાંક બનાવી લીધુ હોય તેમ દીપડીએ
ઓરડીમાં ચાર બચ્ચાને જન્મ આપેલ હતા. જેથી આ વિસ્તારમાં અવાર જવાર આંટાફેરા કરતા તેમજ નજીક અમરગીરી બાપુના
આશ્રમે આવેલ શાળાએ ચાલીને જતા બાળકો તેમજ સીમ વાડી વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.
વનવિભાગે ઓરડી માંથી દીપડીને તેમના ચાર બચ્ચા સાથે રેશ્ક્યુ કરી સલામત રીતે પાંજરામાં પકડી પડેલ છે.
ઊનાના સંજવાપુર ગામના રહીશ કાળાભાઈ પુંજાભાઈ સોલંકીની આંબાવાડી ગરાળ ગામની સીમ વિસ્તારમાં આવેલ અવાવરૂ
ઓરડીમાં વન્યજીવ દિપડીએ ચાર બચ્ચાને જન્મ આપેલ હોય જે વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાના
ખેતરમાંજ રહેણાંક મકાનમાં રહેતા હોવાથી ખેડૂત પોતાના નાના બાળકો અવાર નવાર નજીક આવેલ અમરગીરી બાપુના
ભુતડાદાદા આશ્રમે આવેલ શાળામાં ચાલીને જતા હોય છે. ત્યારે આ વન્યપ્રાણીનો ડર અનુભવતો હતો. આ બાબતે વનવિભાગને
જાણ કરતા વનવિભાગની રેસ્ક્યુ ટીમ સખત છેલ્લા ત્રણ દિવસથી આ દીપડીને પાંજરે પૂરવા ભારે મહેનત બાદ આજે બપોરના
સમયે દિપડી ઓરડીમાં હોય એ દરમ્યાન વનવિભાગ પાંજરૂ સાથે પહોચી અને દરવાજા પાસે પાંજરૂ ગોઠવીને દીપડીને તેમના ચાર
બચ્ચા સાથે સુરક્ષિત રીતે પીંજરામાં પકડી પાડી જશાધાર એનિમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ છે. આથી આ વિસ્તારના
સ્થાનિક ખેડુતો, બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને ગરાળ ગામના પૂર્વ સરપંચ મનુભાઈ સોલંકીએ વનવિભાગની
કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કરેલ હતો..

IMG-20230325-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *