બસ સ્ટોપ પર ઉભી ન રહેતા વિદ્યાર્થી, મુસાફરો, દર્દીઓને નાછુટકે ખાનગી વાહનમાં જવા મજબુર..
ઊનાના ગાંગડા ગામે મુખ્ય બસ સ્ટેશન હોય પંદર થી વીસ ગામના લોકોને ગાંગડા હાઈવે પર બસ સ્ટેન્ડ પર સ્ટોપ દિવ ભાવનગર
રૂટની બસ ઉભી ન રહેતા વીસ ગામના લોકોને નાછુટકે બસ તેમજ અન્ય ખાનગી વાહન ટ્રકમાં બેઠીને જવું પડે છે. આ વિસ્તારના
ગામના લોકો તેમજ દર્દીઓને મહુવા-ભાવનગર હોસ્પિટલમાં જવું હોય ત્યારે નાછુટકે ટ્રકમાં બેઠીને જવા મજબુર થતા હોય છે.
ગાંગડા રોડ પર ફોરલેનનું કામ પુરું થયું પણ હજુ સુધી બસસ્ટેશન ન હોવાના કારણે વિદ્યાર્થીઓ, મુસાફરો ખુલામાં ઉનાળાના તાપમાં
તેમજ ચોમાસા દરમ્યાન વરસાદમાં પણ ખુલામાં ઉભવાનો વારો આવે છે. ત્યારે વીસ ગામના લોકોને બસસ્ટેશન બનાવી આપવા
આજુ બાજુના ગામમાં લોકોની માંગ ઉઠવા પામેલ છે.
ઊનાના સનખડા ગામની વસ્તુ દશ હજારથી વધુ હોય અને સનખડા, ગાંગડા ગામની આજુબાજુના ઉંટવાળા, પસવાળા, ખત્રીવાળા,
મોલી, લુવારીમોલી, દુધાળા, માણેકપુર, મોઠા, સહીતના ગામો આવેલા હોય આ તમામ ગામના લોકોને ગાંગડા ગામના બસ સ્ટોપ
પર ફરજીયાત આવુ પડે છે. ઊના-ભાવનગર દિવ રૂટની બસને ગાંગડા ગામે બસ સ્ટોપ આપવામાં આવે તેવી જીલ્લા પંચાયત સદસ્ય
વીરાભાઇ ઝાલાએ એસટી ડિવીઝન ભાવનગરને લેખિત રજુઆત કરી માંગ કરી હતી.
