ઊનાના ગુંદાળા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તા પર મસમોટો ખાડા હોય જેના કારણુ અહીથી પસાર થતા વાહન ચાલકો તેમજ પશુના બળદ ગાડા પસાર થતી વખતે અકસ્માતની ભીતી સેવાય રહી છે. ત્યારે આજ સ્થળ પર આજે એક બળદ ગાડુ પસાર થતા ખાડામાં પલ્ટી ખાઇ ગયેલ જેથી ગાડામાં બેઠેલા મહીલાને નાની મોટી ઇજા પહોચી હતી. આ ખાડાને તાત્કાલીક બુરવામાં આવે તેવી જશાભાઇ લાખાભાઇ ચોહાણે
માંગ કરી હતી.
આજે ગુંદાળા ગામે રહેતા જશાભાઇ લાભાઇ ચોહાણ તેમજ મંજુબેન જશાભાઇ ચોહાણ બળદ ગાડુ લઇ પ્લોટ વિસ્તારમાંથી પસાર
થતા હતા. ત્યારે રસ્તા પર પુનાભાઇ સોંદરવા ઘર સામે સ્થાનિક લોકોએ મસમોટો ખાડો કરેલ હોય તેમાં અચાનક બળદ સાથે ગાડુ
પલ્ટી ખાઇ જતા ગાડામાં રહેલા સુકો ઘાસ ઢોળાઇ ગયેલ હતો. જ્યારે ગાડામાં બેઠેલા મહીલાને આ ઘટના દરમ્યાન સામાન્ય ઇજા
પહોચી હોવાનું જણાવેલ હતું. અગાઉ જશાભાઇ એ ગ્રામ પંચાયતને ખાડો બુરવા રજુઆત કરવા છતાં કોઇજાતની કામગીરી કરવામાં
આવી ન હતી. જેથી જાહેર રસ્તા પર અકસ્માતની ઘટના અવાર નવાર ન બને તેને ધ્યાને રાખે તંત્ર દ્રારા તાત્કાલીક ખાડો બુરવા માંગ
કરી હતી.