Gujarat

ઊનાના ગુંદાળા ગામમાં નરેગા યોજના હેઠળ થતા કામ બંધ કરાવવા બે શખ્સોએ ધમકી આપી…

આ કામ બંધ કરી દેજે નહીતર તારા ટાંટીયા ભાંગી નાખવાની ખુલ્લી ધમકી આપી..
ઊનાના ગુંદાળા ગ્રામ પંચાયત દ્રારા ગામમાં નરેગા યોજના હેઠળ સરકારી રાહત કામગીરી શ્રમીકો દ્રારા કરવામાં આવતી હોય આ
કામગીરી બંધ કરો નહીતર ટાંટીયા ભાંગી નાખવાની બે શખ્સોએ ધમકી આપતા સતારભાઇ સુલેમાનભાઇ મંઘરાએ પોલીસમાં બે
શખ્સો વિરૂધ્ધ લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે.
ગુંદાળામાં નરેગા યોજના હેઠળ સરકારી ખરાબાની જમીનમાં શ્રમિકો દ્રારા રાહત કામગીરી કરવામાં આવી રહી છે. આ સરકારી
કામમાં ગામના જુસલ ઓસમાણ ઉનડ તેમજ સુલેમાન ઓસમાણ ઉમડ આ બે શખ્સો દ્રારા મહીલા સરપંચના પુત્ર સતારભાઇ
સુલેમાન મંધરાને ફોન કરી કહેલ કે આ જગ્યામાં નરેગાનું કામ આજથીજ બંધ કરી દેજે નહીંતર જોયા જેવી થશે, તેથી સતારભાઇએ
સરકારી યોજના છે અને સરકારી ખરાબામાં કામ કરી નાના માણસો મજુરી મેળવે છે. તમારે શું વાંધો છે અને આ જગ્યા ક્યાં તમારી
માલીકીની છે. ત્યારે આ શખ્સોએ ભુંડી ગાળો આપી તુ આ કામ બંધ કરી દે નહીતર તારા ટાંટીયા ભાંગી નાખીશું અને તુ કોઇ કામ
કરવા લાયક નહી રહે તેવી શખ્સોએ ધમકી આપેલ અને કાયદેસરનું કમીશન આપોતોજ કામ કરવા દઇશુ અને અમારી કુટુંબની ખોટી
હાજરી ભરીને અમને પૈસા ચુકવો તો કામ થશે નહીતર કામ કરવા દઇશુ નહીં. આ ઉપરાંત તેવોએ અગાઉ પણ પંચાયતમાં અમને
ઘરબેઠા કમીશન પુરુ પાડેલ હતુ, બાકી કામ થશે નહી તેવી ધમકી આપતા માથાભારે શખ્સો વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરવા
મહીલા સરપંચના પુત્ર સતારભાઇ સુલેમાન મંધરાએ પોલીસમાં લેખિત રજુઆત કરી માંગ કરેલ છે.

-ગામમાં-પંચાયત-દ્રારા-નરેગાના-કામ-બંધ-કરાવવા-બે-શખ્સો-ધમકી-આપી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *