ઊના ગીરગઢડા રોડ પર આવેલ તપોવન પાટીયા પાસે બાયપાસ હાઇવે બ્રીજ નીચે સર્વિસ રોડ પરથી પસાર થતા બેફામ કાર ચાલકે
બે દિવસ પહેલા બાઇક ચાલકને હડફેટે લેતા એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય યુવાનને ગંભીર ઇજા પોહચી હતી. ત્યા આજે
એજ સ્થળ પર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક ફંગોળાઇ જતા નીચે પટકાતા પગના ભાગે ઇજા પહોચી હતી. અને આ
અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયેલ હતા. તપોવન પાટીયા પાસે બાયપાસ ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર
હાઇવે ઓથોરીટી દ્રારા સ્પીડબ્રેક મુકવામાં આવેલ ન હોવાના કારણે વાહન ચાલકો બેફામ ચલાવી પસાર થતા હોય ત્યારે ઉના
ગીરગઢડા રોડ પર સતત વાહનોની અવર જવર દરમ્યાન અકસ્માત સર્જાય છે જેથી અહી અવાર જવાર અકસ્માત સર્જાતા હોવાથી
તાત્કાલીક આ રોડ પર સ્પીડબ્રેકર મુકવા વાહન ચાલકો તેમજ આજુબાજુમાં રહેતા લોકોની માંગ ઉઠાવા પામેલ છે.
