એક એવું ગામ જ્યાં સંભળાય છે તો બસ ગામની મહિલાઓની વેદના અને રુદન. આંખો માંથી વહેતા આસું
અને શહેર પર દેખાતી કોઈના પતિ, કોઈના પિતા અને કોઈના ભાઈની જોવાથી વાટ…
ઊના – ઊના દાંડી ગામમાં 2500 ની આસપાસની વસ્તી છે. પરંતુ ગામના 29 જેટલા પુરુષો માત્ર
પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાનમાં મતલબ કોઈ વિઝા પર ગયા હોય અને કમાણી કરીને આવશે તેવું
નથી. પરંતુ ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમારી અને ખેતીનો છે. જેમાં પણ ખેતી માત્ર ચોમાસા પર
નિર્ભર છે. દાંડી ગામના 29 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છેલ્લા ૨ થી ૫ વર્ષથી અલગ અલગ
માછીમારો કેદ છે. જેમાં કોઈનો ભાઈ, પિતા, પતિ અને તેમજ દીકરો તેમના મોભીની પરીવારજનો રાહ જોઇ
રહ્યા છે. અને આંખો માંથી અશ્રુ વહી રહ્યાં છે તો આંસુ અને હૃદય માંથી વેદના સાંભળ્યે તો કહે છે અમારા
ઘરના મોભી ક્યારે આવશે..???. પા. જેલમાં કેદ માછીમારોના ઘરની મુલાકાત લેતાં જ મહીલાઓ પોતાની
વેદના વર્ણવી આખો માંથી અશ્રુઓ વહેવા લાગ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા સહિત દેશ ભરના માછીમારો પાકિસ્તાની જેલમાં દેશભરના અલગ અલગ વિસ્તારોના
૬૬૬ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જે પૈકી ૪૦૦ જેટલા માછીમારો તો માત્ર ગીર સોમનાથ
જિલ્લાના જેમના પરિવારજનો સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે કે ફિશરમેનોને સરકાર કયારે છોડાવશે.
તેવી માછીમાર પરીવારજનોએ માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાન જેલમા કેદ અનેક માછીમારો તો એવા છે કે જેમને પાંચ પાંચ વર્ષ વીતી ચુક્યા છે તેમ છતાં
મુક્ત થયા નથી. નિયમ મુજબ ત્રણ થી ત્રણ વર્ષમાં માછીમારો મુક્ત કરવાના હોય છે. પરંતુ પાંચ વર્ષ
થવા છતાં મુક્ત ન થયા. બીજી તરફ માછીમારો જે કેદ છે તેમના પરિવારને સરકાર સહાય ચૂકવે છે. તો
અનેક માછીમાર પરિવારનું કહેવું છે કે કોઈ કારણોસર બીજા અનેક માછીમાર પરીવારજનોને સહાય મળતી
નથી. અને તેમના બાળકો મજૂરી કામ કરવા મજબુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે જે સમય મર્યાદામાં
માંછીમારો મુક્ત થવા જોઈએ તેના બદલે વર્ષો વીતવા છતાં મુક્ત ન થતા પરિવારજનો ચિંતાતુર બન્યા
છે.
બોક્ષ્ – દીકરી રડે છેકે મારા પપ્પા કયારે આવશે….બચીબેન (માછીમાર ના પત્ની)
માછીમારોના પત્ની બચીબેન એ જણાવેલ કે મારા પતિ અરજણભા મજીઠીયા ૫ વર્ષથી પાકિસ્તાન જેલમાં
છે. માછીમારી કરવા ગયા ત્યારે બોટમાં પંખો બંધ થઇ જતા પા. નેવી સિક્યુરિટી આપડા દરિયામાં આવીને
લઈ ગયા છે, મારા પતિ પાંચ વર્ષથી પા. જેલમાં હોય સરકાર કોઈ સહાય પણ આપતી નથી. અમારા
પરિવારનું ગુજરાન કેમ ચાલવું મારે બે દીકરીઓ છે એક દીકરી ભણતી હતી તેપણ સ્કૂલમાંથી ઉઠાડી લીધી
છે. કામવા વાળુ કોઇ નથી. ઘરનું ગુજરાન કેમ ચલાવું, પા. જેલમાંથી માછીમારો છુટે તો મારી દીકરી રડે છે
કે મારા પપ્પા કયારે આવશે. તેમ કહી રડવા લાગે છે..
બોક્ષ્- પા.જેલમાં બીમાર પડે એટલે કોઇ ધ્યાન આપતુ નથી….ભાયાભાઇ…
ભાયાભાઈ શિયાળએ જણાવેલ કે અમારા ગામના ૨૯ માછીમારો પા.જેલમાં છે તેને છોડાવા અવાર નવાર
ઉચ્ચરકક્ષાએ રજુઆતો કરી છે તેમ છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. આવા પરીવારની હાલત ખુબ ખરાબ
છે. હું પણ પા. જેલમાં રહી ચુક્યો છું ત્યાં પાકિસ્તાનની જેલમાં બીમાર પડે ત્યારે માત્ર ભગવાન જ ભરોસે
રહે.''ત્યાં કોઈ ભારતીય માછીમાર કેદીની યોગ્ય સારવાર થતી નથી કે નથી તેને હોસ્પિટલે લઈ જવાતા
નથી. તેથી બિમાર માછીમારોને ભગવાન બચાવે અથવા તો તેનો મૃતદેહજ ઘરે આવે છે તેવુ પાકિસ્તાનની
જેલમાં ત્રણ વર્ષ કેદ રહી ચુકેલા દાંડી ગામના માછીમારે પોતાની વ્યથા જણાવી હતી…