પેલા વાવાઝોડાથી માંડ માંડ ઉગરીયા તો બીજુ વાવાઝોડુ માથે આવ્યુ…
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ઉનાના નવાબંદર દરિયા કાંઠે ૨ નંબરનું સીગ્નલ લગાવામાં આવ્યુ છે. અને
દરીયામાં અંદર કરંટ હોય જેથી દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. પરંતું વાવાઝોડા ઉના તાલુકાના દરિયા કાંઠા વિસ્તારને
અસર કરે તો માછીમારો ખેડૂ તેમજ ખેડૂતોને ભારે નુક્સાન થવાની પૂરેપૂરી સંભાવના માછીમારોએ વ્યક્ત કરી હતી. હાલ નવાબંદર
દરિયા કાંઠે નાની મોટી ૭૦૦ થી વધું બોટો તેમજ સૈયદ રાજપરા બંદર કાંઠે ૬૦૦ જેટલી બોટો લંગારી દેવામાં આવી છે. નવાબંદર
મરીન પોલીસ તેમજ ફિશીરીઝ દ્રારા બિપરજોય વાવાઝોડુ સક્રિય થયેલ હોવાથી જે આગામી દિવસોમાં ભયંકર વાવાઝોડાને લઇ
માછીમારોએ આગામી દિવસોમાં જાનમાલની હાની ન થાય તેની તકેદારી રાખવા ફિસીરીઝ ઓફીસ બહાર સુચના બોર્ડ પણ લગાવી
દેવામાં આવ્યુ છે.
બોક્ષ્ – ઝુપડ પટ્ટીના લોકોની સલામતી માટે શાળા, ગામના ચોરામાં વ્યવસ્થા કરી..સરપંચ..
સરપંચ સોમવારભાઇ મજીઠીયા એ જણાવે કે નવાબંદર મરીન પોલીસ અને ફિશરીઝ દ્વારા જાણ કરવામાં આવી છે કે બિપરજોય
વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પસાર થાય છે. જેથી વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે વ્યવસ્થા કરવા અને તકેદારી રાખવા
જણાવેલ હતું. સરપંચે વધુમાં જણાવેલ કે તોકતે વાવાઝોડામાં તો ભારે નુક્સાન થયું હતું. ત્યાં આ વખતે ફરીવાર વાવાઝોડું આવે તો
અતિભારે નુક્સાન થવાની સંભાવના વ્યકત કરી હતી. હાલ સરપંચે માછીમાર આગેવાનો ગામ લોકો સાથે મિટિંગ બોલાવી હતી.
અને વાવાઝોડું આવાનું હોય જેથી ઝુપડ પટ્ટીના લોકોની સલામતી માટે શાળા તેમજ ગામના ચોરામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલ નવાબંદરમાં નાની મોટી ૭૦૦ થી વધુ બોટ છે. જે તમામ કાંઠે સલામત રીતે લંગારી દેવામાં આવી છે.
બોક્ષ્ – પેલા વાવાઝોડાથી માંડ માંડ ઉગરીયા તો બીજુ વાવાઝોડુ માથે આવ્યુ….માછીમાર આગેવાન…
નવાબંદર ગામના માછીમાર આગેવાન મોહનભાઇએ જણાવેલ કે હાલ તો માછીમારીની સીજન બંધ છે. પરંતુ જો વાવઝોડુ આવે તો
માછીમારોની કફોડી પરીસ્થિતી થાય કેમ કે પાર્કિગ કરેલી બોટો છે તે બધી ભાંગી પડે જેમ અગાઉ બે વર્ષ પહેલા આવેલા તોકતે
વાવાઝોડામાં ભારે નુકસાની થઇ હતી. અને માછીમારોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. અને તેમાંથી માંડ માંડ ઉગરીયા તો બીજુ
વાવાઝોડુ માથે આવે તો માછીમારોને મોટાપાયે પાયમાલ થાય તેમ છે. પોલીસ એન ફિશીરીઝ ડિપાર્ટમેન્ટ દ્રારા સુચના આપવામાં
આવી છેકે બિપરજોય વાવાઝોડુ અહીથી પસાર થશે. અહી વાવાઝોડા માટે સીગ્નલ પણ મુકીદેવામાં આવેલ છે.
બોક્ષ્ – નવાબંદર મત્સ્ય અધિકારી ઓફીસ બંધ હાલતમાં…..
અરબસમુદ્રમાં ચક્રવાત બિપ્રજોયને લઇને વહીવટી તંત્ર એલર્ટ હોય અને તાલુકાના અધિકારીઓ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં
આવેલ છે. પરંતુ નવાબંદરમાં રામ રાજ્ય પ્રજાસુખી જેવો ઘાટ સર્જાયેલ હોય તેમા બપોરના સમયે મત્સ્ય અધિકારીની કચેરી અંદાજીત
એક કલાકથી વધુ સમયથી આ ઓફીસ બંધ હાલતમાં જોવા મળી હતી. આ બાબતે જાફરાબાદ ફિશીરીઝ અધિકારી પંડિયાનો સંપર્ક
કરતા તેમણે કહેલ કે અમે નવાબંદરજ હતા અને અત્યારે ત્યા અમારા સાગર મીત્ર અને ગાર્ડ હતા. અત્યારે હાજર નથી તો અમે તેનો
કોન્ટેક કરૂ છું તેવું જણાવેલ હતું..


