દિવ થી ભાવનગર જતા હતા ત્યારે નાથળ ગામ નજીક અકસ્માત સર્જાયો..
ઊના – સોમનાથ ભાવનગર હાઇવે પર આવેલ નાથળ ગામ નજીક કારમાં પંચર પડતા અચાનક કાર પલ્ટી ખાઇ જતા અકસ્માત
સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચતા ઇમરજન્સી ૧૦૮માં તાત્કાલીક સારવાર અર્થે ઉના સરકારી
હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર ખાતે રહેતા હિરેનભાઇ પરસોત્તમભાઇ બાવળીયા, હાર્દિકભાઇ કિશોરભાઇ સરવૈયા
તેમજ સંજયભાલ જેન્તીભાઇ વાઘેલા સહીત છ વ્યક્તિઓ દિવ ખાતે ગયેલ હોય ત્યાથી પરત ભાવનગર તરફ જતા હતા. તે દરમ્યાન
વેરાવળ નેશનલ હાઇવે રોડ પર આવેલ કેસરીયા અને નાથળ ગામ વચ્ચે ચાલુ કારના વીલના બે ટાયરમાં પંચર પડતા ચાલુ કારમાં
અચાનક ધડાકાભેર પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા છ વ્યક્તિઓ માંથી પૈકી ત્રણ યુવાનોને હાથ પગ અને
માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. અને આ ઇજાગ્રસ્તોને તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા જેસીંગભાઇ
ચોહાણ તેમજ ગીતાબેન ચોહાણ ઘટના સ્થળે પહોચી ગયેલ અને ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે
ખસેડવામાં આવેલ છે. આ અકસ્માતમાં કારમાં પણ ભાગે નુકસાન પહોચ્યુ હતું. જોકે આ અકસ્માત દરમ્યાન હાઇવે પર અન્ય
વાહનો નજીક ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અને કોઇ જાનહાની થઇ ન હતી. હાલ ત્રણેય ઇજાગ્રસ્ત યુવાનોની સરકારી
હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.


