ઊનાના પસવાળા ગામે રહેતો અરજણ રાજાભાઇ લેવાની ખેતીની જમીનની બાજુમાં એકજ શેઢે નરેગા યોજનામાં તળાવ
બનાવવામાં આવેલ તેનો પાળો આ શખ્સે ગે.કા. દાદાગીરી કરી ટ્રેક્ટર દ્રારા પાળો તોડી પાડી જમીન સમતળ કરી પોતાની જમીનમાં
ભેળવી દીધેલ હોય જેથી સરકારી મિલ્કતને નુકસાન કરેલ હતું. અને પોતાની જમીનમાં સમળત કરી ભેળવી દીધેલ હોય સરકારની
યોજના સુજલામ સુફલામ યોજના હેઠળ ગામડાઓમાં તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ છે. પરંતુ પસવાળા ગામનો અરજણ
રાજાભાઇ લેવાએ ગે.કા. તળાવનો પાળો તોડી સરકારી મિલ્કતને નુકશાન પહોચાડેલ છે. આ તળાવનો પાળો ફરી બાંધી આપવામાં
આવે જેથી ચોમાસા દરમ્યાના તળાવમાં પાણીનો સંગ્રહ થઇ શકે અને મુંગા પશુઢોરને પણ ફાયદો થાય તેમ હોય આ શખ્સ માથાભારે
હોય લોકોને ડરાવી ધમકાવી લુખ્ખી દાદાગીરી કરતા લોકોમાં ભય પેદા કરેલ છે. આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા જેમભાઇ
કાળુભાઇ બાંભણીયાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી માંગ કરેલ છે.


