Gujarat

ઊનાના રામેશ્વર ગામમાં સમસ્ત સમૂહ લગ્નમાં 7 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં…

નવદંપતીને લગ્ન મંડપમાંજ મેરેજ સર્ટિફિકેટ અપાયા….
ઉનાના રામેશ્વર ગામ સમસ્ત દ્વારા રામેશ્વર ગામ દ્વારા ચોથા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સાત
નવયુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને નવાલગ્ન જીવનની શરૂઆત કરી હતી. આ સમુહ
લગ્નનમાં ઉના ગીરગઢડાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને નવદંપતિઓને
આશીર્વાદ આપી સફળ લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી. અને આ પ્રસંગે સમાજમાં લગ્ન પાછળ થતા
બેફામ ખર્ચાઓ નિવારી સમાજમાં સુંદર ઉદાહરણ પુરૂ પાડવા માટે રામેશ્વર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા
આ આયોજન કરવામાં આવ્યું.
આ સમૂહ લગ્નોત્સવમાં આયોજનની વિશેષતાએ હતી કે ગ્રામ વિસ્તારોમા લોકો લગ્ન બાદ મેરેજ સર્ટિફિકેટ
(લગ્ન પ્રમાણપત્ર)ના કાગળો કઢાવવા માટે લોકોને કચેરીઓના અનેક ધક્કા ખાવા પડતા હોય અને જ્યાં
ત્યાં ભટકવું પડતું હોય તેને ધ્યાને રાખીને રામેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વશરામભાઈ
બાંભણીયા તેમજ તલાટી મંત્રી ગૌતમભાઈ જાલેરા દ્વારા સમૂહ લગ્નના આયોજકોને પ્રોત્સાહન મળે તેવા
શુભ આશયથી નવદંપતિના લગ્નની નોંધ કરી વિધિપૂર્ણ થતાની સાથેજ સ્થળ ઉપર જ મેરેજ સર્ટિફિકેટ
(લગ્ન પ્રમાણપત્ર) તૈયાર કરી નવદંપતીઓને અનાયત કરવામાં આવ્યું હતું. જેથી સમાજમાં અને લોકોએ
પણ આ કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર આયોજન રામેશ્વર ગામના યુવાનો તથા ગામના સરપંચ
તથા આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સહયોગ આપેલ હતો. આ સમૂહ લગ્નોત્સવમાં તમામનો સહકાર
બદલ આયોજકોએ આભાર પણ વ્યક્ત કરેલ હતો..

-સમસ્ત-સમૂહ-લગ્નમાં-7-નવદંપતીએ-પ્રભુતામાં-પગલાં-પાડયાં.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *