ઊના તાલુકાના સનખડા ગામે રહેતા ગદુબા રૂપસિંહભાઈ ગોહિલને એટેક આવતા તેમનું અવસાન થયેલ હતું. આ મૃતક મહીલાનું
સનખડા બેંકમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ રૂ. 330 નો વીમો શરૂ હોય જેથી મૃતકના જરૂરી કાગળો બેંકમાં જમા કરાવતા રૂ. 2 લાખ
વીમાની રકમ પાસ થયેલ અને માત્ર 15 દિવસમાં તેમના પરીવારના ખાતામાં જમા થયા હતા. સનખડા એસબીઆઈ બેંક મેનેજર
દ્વારા લોકોને વધુ વિમો ખોલાવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. હાલ આ વીમો બેંકમાં 200 જેટલા લોકોએ યોજનામાં
ખોલાવ્યા હતા.


