Gujarat

ઊનાના સામતેરમાં માટીકામ કૈોશલ્ય નિર્માણ માટેની પુરૂષ તેમજ મહીલાઓને તાલીમ અપાય..

ઊનાના સામતેર ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્રારા આયોજીત માટીકામ કૈોશલ્ય નિર્માણ તાલુકા કાર્યક્રમમાં પુરૂષ તેમજ મહીલાઓને રોજીરોટી માટેની તાલીમ આપવામાં આવી હતી.

સામતેર ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને ટેકનોલોજી સંસ્થાના ગાંધીનગર દ્રારા આયોજીત માટીકામ કૈોશલ્ય નિર્માણ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તાલીમ તા.૨૬ ડિસે. થી તા.૨૫ જાન્યુ એક મહીના સુધી કાર્યક્રમ શરૂ રહે છે. જેમાં માટીકામ કરી તેમાંથી બનાવવામાં આવતી સાધન સામગ્રીની ટ્રેનિંગ આપવામાં આવેલ તેમાં સામતેર ગામની મહીલાઓ તેમજ પુરૂષોને આ કામની તાલીમ આપી પોતાની રોજીરોટી મળી રહે તે માટે સંસ્થા દ્રારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીક કેન્દ્રમાં મેઘનાબેન, હિમતભાઇ, નિલેશભાઇ અને સામતેર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયસિંહ ગોહીલ સહીતના હાજર રહી આ કારીગરોમાં ઉત્સાહ વધાર્યો હતો.

-માટી-કામ-કલાકારી-અને-ટેકનોલોજી-સંસ્થાના-ગાંધીનગર-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *