ઊના તાલુકાના સોનારી ગામ પંચાયતના સરપંચ રાજાભાઇ મેણસીભાઇ સોલંકી ગત તા.૨ ના રોજ સવારે નવ વાગ્યાના
આજુબાજુના સમયે પોતાની દિકરીને આંગણવાડી કેન્દ્ર ૧ કેજે ભાડાના મકાનમાં ચાલે છે ત્યા મુકવા ગયા હતા. ત્યા આંગણવાડી
પાસે ઉભા હતા એ વખતે રવિ રામ ચારણીયા તેમજ તેમના માતા લખીબેન ચારણીયા અને તેમની પત્નિ એ આવી કોઇપણ
કારણવગર આંગણવાડીમાં હુમલો કરતા ભારે ચકચાર મચી ગયેલ છે.
સોનારી ગામના સરપંચ રાજાભાઇ મેણસીભાઇ સોલંકી સાથે ત્રણ શખ્સોને જુનુ મનદુખ ચાલતુ હોય તેનો ખાર રાખી અપશબ્દો
બોલી કોલર પકડીને મારમારી મારીનાખવાની ધમકી આપેલ હોય આ અંગે સરપંચે ઉના પોલીસમાં લેખિત અરજી આપી તાત્કાલીક
પગલા લેવા માંગણી કરી હતી. સરપંચના જણાવ્યા મુજબ પોતે ગામના પ્રથમ નાગરીક હોય અને તે સુરક્ષિત ન રહેતા હોય તો ગામ
સુરક્ષિત રહી શકે નહીં તેવો આક્ષેપ કરી રવિ રામ ચારણીયા દારૂ પીવાનું વેસન હોય અને માથાભારે શખ્સ હોય અગાઉ પણ ફોન પર
ગાળો આપી સરપંચના ઘરે કુહાડી લઇને મારવાર આવેલ હતો પરંતુ ગામના આગેવાનો વચ્ચે પડી સમાધાન કર્યુ હતું ત્યાર બાદ ફરી
વખત આ માથાભારે શખ્સે સરપંચ પર હુમલો કરતા સરપંચે પોલીસમાં અરજી કરી હતી.
