સેવાભાવી યુવાનોએ બાળકી લોહીલુહાણ હાલતમાં જોઇ તાત્કાલીક સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાય..
ઊના શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભિક્ષાવૃતી કરતી બાળકીને કોઇ અજાણ્યા શખ્સોએ બજારમાં આ બાળકીને શેરડીનો સાઠાનો
છુટ્ટો ઘા કરતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સેવાભાવી યુવાનોએ બાળકોની સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલે
ખસેડવામાં આવેલ.
મૂળ ધારી જી.અમરેલીની અને હાલ ઉનામાં છેલ્લા ઘણા સમયથી ભીક્ષાવૃતિ કરી જે પૈસા ભેગા થઇ તેનું ભોજન કરી પેટનો ખાડો
બુરતી હોય તેની સાથે તેની વૃધ્ધ દાદી પણ હોય આ બન્ને સાથે રહી ઠેર ઠેર ભીક્ષાવૃતિ કરતી હોય ત્યારે આ બાળકી ઉ.વ. ૧૦ પોતે
બજારમાં ભીક્ષાવૃતિ કરી વખતે કોઇ અજાણ્યા શખ્સે શેરડીના સાઠાનો છુટો ઘા મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા
લોહીલુહાણ હાલતમાં બાળકી રડતી રડતી ટાવર ચોક પાસેથી પસાર થતા સેવાભાવી યુવાનોને નજરે પડતા તેને પ્રથમ તાત્કાલીક
સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં બાળકીને માથાના ભાગે બે થી ત્રણ ટાંકા આવતા હાલ સારવાર શરૂ હોય
આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસ હોસ્પીટલે દોડી જઇ ભીક્ષાવૃતિ કરતી બાળકી પર હુમલો કરનાર શખ્સની શોધખોળ હાથ
ધરેલ. બાળકીના મા-બાપ હાલ ન હોય અને ધારી ગામની હોવાનું જણાવેલ હતું.


