Gujarat

ઊનામાં શાંતી સમીતીની બેઠકમાં બન્ને સમાજના આગેવાનો વચ્ચે વિવાદ સર્જાતા ટપોટપ દુકાનો બંધ થઇ….વાતાવરણ વણશે નહી

તે માટે પોલીસના ધાડા શહેરમાં ઉતર્યા બાદમાં બન્ને સમાજ વચ્ચે સમાધાન થયું…
ઊના – ઊના શહેરમાં રામનવમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રાનું વિવિધ સંગઠનો દ્રારા આયોજન કરવામાં આવેલ અને આ
શોભાયાત્રામાં ૩૦ હજારથી વધુ રામભક્તો ઉમટી પડ્યા હતા. અને શોભાયાત્રા દરમ્યાન ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં
ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં કાજલબેન હિન્દુસ્તાની દ્રારા વિવાદીત ભાષણ કરેલ જેના પડઘા મુસ્લીમ સમાજમાં
પડયા હોય અને ગત તા.૩૧ માર્ચના રોજ મુસ્લીમ સમાજના યુવાનો દ્રારા કાજલબેન હિન્દુસ્તાનીનો વિરોધ કરેલ અને વડલાચોક
વિસ્તારમાં ચક્કાજામ કરતા તાત્કાલીક પોલીસ દોડી ગઇ હતી. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્રારા ઉના પોલીસને કાજલબેન
હિન્દુસ્તાની વિરૂધ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પી આઇ એન.કે.ગોસ્વામીને અરજી આપેલ હતી. જેના
અનુસંધાને આજરોજ ઉના પોલીસ દ્રારા નગર પાલીકા ભવનના સભાખંડમાં ગીરસોમનાથ જીલ્લા એસ પી, ડી વાય એસ પી ની
હાજરીમાં એક શાંતી સમીતીની મીટીંગ રાખવામાં આવેલ જેમાં ઊનાના ધારાસભ્ય કે સી રાઠોડ સહીત વિવિધ સંગઠનના
આગેવાનો, વેપારી આગેવાનો હાજર રહેલા જ્યારે સામા પક્ષે પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમીતીની મીટીંગમાં
એક બીજા સમાજના લોકોએ જુની વાત ભુલી એકમેકની સાથે તહેવારોની ઉજવણી કરવી તેવી વાતો થતી હતી. અને અચાનકજ
મીટીંગમાં વિવાદ સર્જાતા વાતાવરણ થોડીવાર પુરતુ તંગ બની ગયેલ હતું. અને આ વાત સમગ્ર ઉના શહેરમાં ફરી વળતા ગામમાં
ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. અને લોકો નગરપાલીકા ભવને ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસે પણ માહોલને પારખી
વાતાવરણ વધુ તંગ ન બને તે માટે તાત્કાલીક શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખેલ હતો. અને બાદમાં ગીરસોમનાથ એસ પી દ્રારા
બન્ને સમાજના પાંચ-પાંચ આગેવાનોને ઉના સરર્કીટ હાઉસ ખાતે બોલાવામાં આવેલ જેમાં ધારાસભ્ય કે સી રાઠોડ, રાજુભાઇ
ડાભી, મહેશભાઇ બારૈયા, સંજયભાઇ બાંભણીયા, રામજીભાઇ પરમાર તેમજ નિપુલભાઇ શાહ ગયેલા જ્યારે સામા પક્ષે પણ
મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતા. અને શહેરમાં લોકો શાંતિથી વેપાર રોજગાર કરે અને શહેરનું વાતાવરણ તંગ ન બને તે
બાબતની ચર્ચા કરી જીલ્લા પોલીસ વડાની હાજરીમાં બન્ને સમાજ વચ્ચે સમાધાન થયેલ હતું. ત્યાર બાદ ધારાસભ્ય રાઠોડ દ્રારા
તમામ વેપારીઓને આવતી કાલ સવારથી રાબેતા મુજબ પોતાના વેપાર રોજગાર શરૂ કરી આપવા તેમજ કોઇની પણ અફવામાં ન
આવવું તેવી અપીલ કરતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો..
બોક્ષ્ – ગ્રામ્ય વિસ્તાર માંથી પણ લોકો ઉમટી પડ્યા…
શાંતિ સમિતીની બેઠકમાં વિવાદ સર્જાતા આ વાત ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા
નગરપાલીકા ભવને જયશ્રી રામના નાદ સાથે ઉમટી પડ્યા હતા..
બોક્ષ્ – શાંતિ સમિતીમાં ૧૫ થી ૨૦ મીનીટ વાતાવરણ ગરમ રહ્યુ…
શાંતિ સમિતીની બેઠક શાંતિથી ચાલતી હોય અને અચાનકજ વિવાદ સર્જાતા ૧૫ થી ૨૦ મિનીટ સુધી વાતાવરણ ગરમ રહેતા
પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી….
બોક્ષ્ – અંતે બન્ને સમાજના આગેવાનો વચ્ચે સમાધાન થયું…
સરર્કિટ હાઉસમાં મિટીંગ થતા પોલીસની હાજરીમાં બન્ને આગવાનો વચ્ચે સમજાવટ થતા કોઇએ કોઇ અફવામાં આવવું નહી અને
શાંતિ રાખવા અપીલ કરી હતી….

IMG-20230401-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *