ઊના એ.માંડવી ચેક પોસ્ટ પાસે દિવથી આવતા બે બાઇક ચાલકોને એલ સી બી ટીમે રોકાવી તલાસી લેતા બાઇકમાં બનાવેલ
ચોરખાના માંથી દારૂનો જથ્થો મળી આવતા મહીલા સહીત ત્રણ શખ્સોને ઝડપી પડી અને આગળની વધુ પુછપરછ હાથ ધરેલ છે..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધર્મેશ નાનજી બાબરીયા, રૂત્વીક વિરજી વાજા રહે. ઉના, મંજુલાબેન મંગા પરમાર રહે.ગાંગડા
દીવથી બાઇક નં.જીજે. ૦૩ એલપી ૯૬૨૭ તેમજ ચાર વ્હીલ વાળી બાઇક જીજે. ૩૨ ક્યુ ૨૭૯૯ ઉના તરફ આવતા હોય ત્યારે
એ.માંડવી ચેક પોસ્ટ પાસે એલસીબી ટીમે વોચ ગોઠવી બાઇકને રોકાવી તલાસી લેતા બાઇકમાં બનાવેલ ચોરખાના માંથી અલગ
અલગ વિદેશી દારૂની ૪૨૮ બોટલો, બે બાઇક તેમજ મોબાઇલ ૩, મહીલા સહીત ત્રણ શખ્સોને કુલ. ૧.૬૧, ૪૫૦ ના મુદામાલ
સાથે ઝડપી પાડેલ. જ્યારે આ શખ્સોની પોલીસે ક્યાથી અને ક્યા દારૂ લઇ જવાતો હતો તે અંગે પુછપરછ કરતા દિવ માંથી જયઅંબે
બાર વાળા શખ્સ ધર્મેન્દ્ર જેઠા બારૈયાએ ધોધલાથી દારૂ ભરી આપેલ હોવાનું ખુલવા પામેલ જેથી પોલીસે શખ્સને પકડી પાડવા
આગળની કાર્યવાહી કરી ચાર શખ્સો વિરૂધ પોલીસે ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
