ઊના – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઊના એ.આર.ભટ્ટ લો કોલેજનો વિદ્યાર્થી અનિલ ભીમાભાઇ બાંભણિયાએ 800 મીટર સ્પર્ધા 2 મિનિટ 09 સેકન્ડમાં પૂર્ણ કરી બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અને આ સ્પર્ધામાં વિવિધ કોલેજના 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને બીજી 1500 મીટર દોડ 4 મિનિટ અને 39 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હોય આ સ્પર્ધામાં 30 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. હવે આવનારા દિવસોમાં તમામ સ્પર્ધકો આંતર યુનિવર્સિટીમાં ભાગ લેવા જશે.
