ઊનાના ખત્રીવાડા ગામનો દિવ્યાંગ યુવાનએ પોતાના બન્ને હાથ ન હોવા છતાં પોતાની જાતે હાથની મદદથી અદભુત ચિત્ર બનાવી
શાળાના બાળકોને સિખવાડી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. ખત્રીવાડા ગામે રહેતો વનેચંદ ધીરૂભાઈ શિયાળે ગામમાં આવેલી
ખત્રીવાડા પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય તેમણે હાલ આ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થી ઓને ચિત્ર કલાની તાલીમ
આપી હતી. શાળામાં ચિત્રકલાની સ્પર્ધામાં વનેચંદ બંને હાથ ન હોય છતા ચિત્ર બનાવીને શાળા તમામ વિધાર્થી ઓને ક્લાસ રૂમમાં
બોર્ડ પર તેમજ ચિત્રકલાની નોટબુક પર પોતાના બન્ને હાથ વડે અદભૂત ચિત્ર બનાવી બાળકોને જુસો આપ્યો હતો. આમ શાળાના
ભૂતપૂર્વ વનેચંદભાઈ વિધાર્થીએ સારા એવા ચિત્રકલા દોરીને પ્રેરીત કર્યા અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું. તેમજ પોતાના
પગ વડે બોલપેન વડે સારૂ લખાણ અને સહી કરી કામગીરી કરી બતાવી હતી. ત્યારે દિવ્યાંગ યુવાની ચિત્રકલાને બાળકો અને
શાળાના શિક્ષકો ચિત્ર જોઇ સૈવ કોઇ ચોકી ઉઠ્યા હતા. આમ તકે શાળાના શિક્ષકોએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.


