ઊના ગીરગઢડડા પંથકમાં રવિવારે બપોર બાદ પડેલા ભારે પવન, કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે
બાગાયતી ખેતી પાકો, ઉનાળે પાકો, સહીતના વિવિધ પાકોને તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારના માછીમારોને ભારે નુકસાન થયેલ હતું.
અને આ બાબતે તમામ ગ્રામ વિસ્તારના સરપંચ પ્રતિનીધી, આગેવાનો, ખેડૂતો, દ્રારા આવેદન પત્ર પાઠવી નુકસાનીનો સર્વે કરી
આર્થીક સહાય ચુકવવામાં માંગ કરી હતી. આ બાબતે ખેડૂતોના હિતમાં જીલ્લા ભાજપના પૂર્વ મંત્રી પ્રકાશભાઇ ટાંકે રાજ્યના મુખ્ય
મંત્રીને લેખિત રજુઆત કરી હતી કે ઊના પંથકમાં તા. ૧૯ માર્ચ ૨૦૨૩૨ ના રોજ ભરઉનાળે ભારે પવન, કરા સાથે કમોસમી
વરસાદ પડતા કેસર કેરી જેવા વાર્ષીક એકજ વાર ઉત્પાદન આપતા આંબા ના બગીચા અને બાગાયતી તેમજ ખેતી પાકોમાં થયેલ
નુકસાનીનો સત્વરે સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી જીલ્લા ભાજપના પૂર્વ મંત્રીએ મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરી
છે..


