Gujarat

ઊના ગુપ્તપ્રયાગ ખાતે જરૂરીયાતમંદોને ત્રાઈશિકલ તથા વ્હીલચેર સાઇકલ વિતરણ કરાય…

ઊનાના દેલવાડા નજીક આવેલ તિર્થધામ ગુપ્તપ્રયાગ ખાતે જરૂરીયાતમંદોને ત્રાઈશિકલ તથા વ્હીલચેર વિતરણ લક્ષ્ય ફાઉન્ડેશન
ટ્રસ્ટી દ્રારા કરવામાં આવી હતી. પ.પુજય સંત શિરોમણી મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ અને પૂજ્ય વિવેકાનંદ બાપુ (ગુપ્તપ્રયાગ)
તેમજ શાસ્ત્રી રમેશદાદા દીક્ષિતની ઉપસ્થિતિમાં ખરેખર જરૂરિયાતમંદ અને વાસ્તવમાં શારીરિક અસ્વસ્થ વ્યક્તિને લક્ષ્ય
ફાઉન્ડેશનના પ્રમુખ ધ્રુવ રમેશભાઈ દીક્ષિત અને ટ્રસ્ટી અશ્વિન રાજુભાઈ ડાભી, અનિરુદ્ધ રાઠોડ તેમજ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા
ત્રાઈશિકલ તથા વ્હીલચેર સાઇકલનું વિતરણ કરવામાં આવી હતી. શારીરિક અસ્વસ્થ જરૂરીયાત વ્યક્તિઓને અર્પણ કરાતા લોકોમાં
હર્ષની લાગણી અનુભવાય છે. અને સેવા પરમો ધર્મનું સાક્ષાત ઉદાહરણ લક્ષ્ય ફાઉન્ડેશનએ પૂરૂ પાડેલ હતું.

-ખાતે-જરૂરીયાતમંદોને-ત્રાઈશિકલ-તથા-વ્હીલચેર-સાઇકલ-વિતરણ-કરાય.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *