ઊના શહેર અને તાલુકામાં આજે ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉનાના તપોવન, સુર્યમુખી
હનુમાન, વાજડી, રોકડીયા, દેલવાડા બાલ હનુમાન, સનખડા, ગાંગડા સહીત ગામોમાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઉવણી કરી
ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઊનાના સનખડા ગામે હનુમાન ગલીમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે 56 ભોગ ધરવામાં આવ્યો
હતો. સનખડા ગામમાં ડીજેના તાલે મેઈન બજારમાં રેલી કાઢી હતી. સાંજે બાળકોને બટુક ભોજન કરાવામાં આવ્યુ સેવકો દ્વારા
ભારે જેહમત ઉઠાવી હતી. આ ઉના તાલુકામાં હનુમાન જન્મોત્સવની ધામધુમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


