ઊના ટાવર ચોક પાસે આવેલ તાલુકા પંચાયતન સેવાસદનનું બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હોય અને આ તાલુકા
પંચાયતમાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારના લોકો અરજદારો, વિદ્યાથીઓ તમામ પ્રકારના દાખલાઓ કઢાવવા આવતો હોય છે. ત્યારે આ
જર્જરીત બિલ્ડીંગની રૂમમાં મનરેગા વિભાગ સહીતના અલગ અલગ વિભાગના રૂમ ઓફીસમાં સ્લેબ પરથી પોપડા ખરી પડ્યા છે
તો ક્યાય પીલોર તુટી ભાંગી ગયા હોય જેથી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અરજદારોને ભય હેઠળ આ કચેરીમાં પ્રવેશ કરવો
પડે છે. અને બિલ્ડીંગની ફરતે જ્યા જોઉ ત્યાં જર્જરીત હાલતમાં જોવા મળે છે. અગાઉ રૂમમાં સ્લેબ પરથી પોપડા પડ્યાની ઘટના
બની ત્યારે કર્મચારી અને અરજદારો સદનસીબે બચાવ થયો હતો. અને ત્યાર બાદ કચેરીની ઓફીસમાં રીનોવેશન કરવામાં આવેલ
પરંતુ હાલ માં બિલ્ડીંગ જર્જરીત હોવાના કારણે લોકોના જીવનું જોખમ મંડાય રહ્યુ છે. ત્યારે તંત્ર દ્રારા તાત્કાલીક આ બીલ્ડીગને નવુ
બનાવવા લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


