ઉના દેલવાડા રોડ ઉપર આવેલ શાહ એચ ડી હાઇસ્કુલ નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક ચાલક યુવાને અજાણ્યા
રીક્ષા ચાલકે બાઈક ચાલકને ધડાકાભેર હડફેટે લેતા બાઈક ફંગોળાઈ ગયેલ હતી. તેમજ પાછળ આવતી કારમાં પણ નુકસાન થયેલ
આમ ત્રીપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા ઇમરજન્સી 108 માં ખાનગી હોસ્પિટલએ
સારવાર અર્થે ખસેડવામાં ત્યાથી જુનાગડ રીફર કરેલ છે.
અંગેની જાણવા મળતી વિગતો મુજબ રવજીભાઇ બિજલભાઈ ચુડાસમા ઉ.વ.22 આ યુવાન પોતાની બાઈક નં.જીજે. ૧૧બીડી
૭૨૭૦ પર દેલવાડાથી ઉના તરફ આવતો હતો. ત્યારે શાહ એચડી હાઇસ્કુલ નજીક એક અજાણયો છકડો રીક્ષા, બાઇક તેમજ કાર
વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયેલ હતો. જેમાં અજાણ્યો રીક્ષા ચાલકે બાઇકને ધડાકાભેર હડફેટે લેતા બાઇક સવાર રવજીભાઇની બાઇક
ફંગોળાઇ જઇ ગયેલ હતી. જેમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળ પર લોહીલોહાણ હાલતમાં
બેભાન થઇ ઢળી પડ્યો હતો. અને રસ્તા પરથી પસાર થતાં લોકો એકઠા થઇ ગયેલ અને ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા ઇએમટી
જગદિશભાઇ મકવાણા તેમજ પાઇલોટ અર્જુનભાઇ ડાભી તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પીટલે
ખસેડવામાં આવેલ જ્યા તેમની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
આ અકસ્માતમાં કારમાં સામાન્ય નુકસાન થયેલ જ્યારે અજાણ્યો રીક્ષા ચાલક નાશી છુટ્યો હોવાનું જાણવા મળેલ.
