અગાઉ ન.પા. એ તા.૧૩ માર્ચ નોટીસ આપી ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવેલો જવાબ ન આપતા અંતિમ નોટીસ ફટકારી…
ઊના – ઊના ન.પા. એ નેત્રરક્ષા ટ્રસ્ટ વિરનગરને આંખની નિઃશુલ્ક સારવાર આપવા માટે ૨૬૦૦ ચો.મી. થી વધુ જગ્યા ઉના ટી પી
સ્કીમ નં.૨ ના ફાઇનલ પ્લોટ નંબર ૯૨ ની જમીન તા.૧૨ મે ૧૯૭૮ ના રોજ બક્ષીસ દસ્તાવેજ કરી આપવામાં આવેલ. ત્યાર
બાદ વિરનગર સ્થિત નેત્રરક્ષા ટ્રસ્ટે આ જમીન પર બનાવેલ હોસ્પીટલ શરતભંગ કરી તા.૨ ડિસે. ૧૯૮૯ ના સમગ્ર મિલકતનો શ્રી
જીવન જ્યોત આરોગ્ય સંઘ ઉનાને બક્ષીસ દસ્તાવેજ કરી આપેલ અને હાલ આ જગ્યા પર મહેતા હોસ્પીટલ કાર્યરત છે. જે
ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા ઉના નગરપાલીકાએ તા.૧૩ માર્ચ ૨૦૨૩ના પત્રથી નેત્રરક્ષા ટ્રસ્ટને જાણ કરવામાં આવેલ અને
સમગ્ર બાબતનો ખુસાસો આપવા જણાવેલ પરંતુ નેત્રરક્ષા ટ્રસ્ટ તરફથી કોઇ ખુલાસો આ બાબતે ન કરવામાં આવતા આજરોજ
તા.૬ એપ્રિલ ૨૦૨૩ ના ફરી એક વખત ન.પા. એ નેત્રરક્ષા ટ્રસ્ટને નોટીસ આપી દિન.૭ માં ખુલાસો આપવા જણાવેલ અને દિન
૭ માં ખુલાસો આપવામાં નહી આવે તો ઉના ન.પા. સમગ્ર મિલ્કતનો કબ્જો મેળવવા નિયમોનુંસાર કાર્યવાહી કરશે. આમ ફરી એક
વખત મહેતા હોસ્પીટલ વિવાદાના વમળ આવતા આ મદો સમગ્ર શહેરમાં ચર્ચનો વિષય બનવા પામેલ છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિરનગર સ્થિત નેત્રરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટને ઉના નગર પંચાયત દ્રારા નિઃશુલ્ક આંખની હોસ્પીટલ
ચલાવવા બક્ષીસ દસ્તાવેજ કરી આપેલ અને આ બક્ષીસ દસ્તાવેજથી નિયત થયેલ શરત નં.૭ (૨) મુજબ આપના હસ્તકની સંસ્થા
હોસ્પીટલ ચણાવવા અસર્મથ થાય ત્યારે હોસ્પીટલની ઇમારતનું તેમની તમામ સાધન સામગ્રી સાથે કોઇપણ જાતના વળતર સીવાય
ઉના નગર પંચાયત કે તેની કાયદેસરની અનુગામી સંસ્થાને આંખની હોસ્પીટલ ચલાવવાની શરતે પાછી આપવાની થશે તેમ છતાં
નેત્રરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ન.પાલીકાને કોઇપણ પ્રકારની જાણ કર્યા સીવાય શરતનું ઉલ્લંઘન કરી તા.૨ ડિસે. ૧૯૮૯ના રોજ
સમગ્ર મિલ્કતનું શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ ઉનાને બક્ષીસ દસ્તાવેજ કરી આપેલ છે. જે તદન કાયદાથી અને નિયમોથી
વિપરીત હોય ન.પા.દ્રારા માર્ચ ૨૦૨૩માં નોટીસ આપ્યા બાદ પણ આ સંસ્થા ન.પા. દ્રારા આપવામાં આવેલ નોટીસ ઘોળીને પી
ગયા હોય ન.પા. દ્રારા આખરી નોટીસ આપતા મહેતા હોસ્પીટલના વર્તમાન ટ્રસ્ટીઓમાં દોડધામ મચી જવા પામેલ હોવાનું સુત્રો
માંથી જાણવા મળી રહ્યુ છે.ત્યારે મહત્વની વાત એ છે અને સવાલ પણ એ ઉભા થાય છેકે નેત્રરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ ૧૯૮૯ માં
શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ ઉનાને બક્ષીસ દસ્તાવેજ કરી આપ્યો ત્યારે એ વખતના ટ્રસ્ટી કે જે સમાજના શ્રેષ્ડી કહેવાતા
હતા. તેમણે કોઇપણ પ્રકારના નિયમોનો અભ્યાસ નહી કર્યો હોય કે શું ? આતો સેવાના નામે હોસ્પીટલ મેળવી આધુનિક હોસ્પીટલ
બનાવી વર્તમાન ટ્રસ્ટીઓ મનસ્વી રીતે હોસ્પીટલ ચલાવતા હોવાની પણ લોકો માંથી ફરીયાદ ઉઠવા પામેલ છે. અને આ હોસ્પીટલને
આવતુ કરોડો રૂપિયાનું ફંડનો ઉપયોગ ક્યા કેવીરીતે અને કોણ કરી રહ્યું છે. તેવા અનેક સવાલ ઉઠવા પામેલ છે.


