હોળી ધુળેટીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઊના શહેરમાં કાયદો વ્યવસ્થા અને કોઇ અનિચ્છીય બનાવો ના
બને તેને ધ્યાને રાખી ઉના પોલીસ પી આઇ એન કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ સહીતનો પોલીસ
કાફલો શહેરના મુખ્ય માર્ગ પરથી વિવિધ બજારોમાં નિકળી ટ્રાફીક સમસ્યા તેમજ લોકોની સલામતી અને કોઇ મુશ્કેલીઓ લોકોને ન
પડે તેથી બજારના વિવિધ વિસ્તારોમાં ફ્રુડપેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતું.


