હોસ્પીટલના ૧૦ દર્દીઓને યોજના લાભાર્થીઓને સારવાર આપ્યા વગર યોજનાના ક્લેઇમમાં બુક કરાવ્યા…
ઊના- ઊના શહેરમાં સેવાના નામે શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ સંચાલીત મહેતા હોસ્પીટલમાં આયુષ્માન કાર્ડ યોજનામાં
ગેરરીતી થયેલ હોવાના અખબારી અહેવાલ દિવ્યભાસ્કમાં ૧૫ માર્ચના પ્રસિધ્ધ થયેલ બાદ ગાંધીનગરથી તપાસનો ધમધમાટ શરૂ
થયેલ હતો. અને ગાંધીનગર તેમજ ગીરસોમનાથ આરોગ્યની ટીમ તેમજ વિમા કંપની દ્રારા ખાનગી રાહે તપાસ કરતા ૧૦ દર્દી
લાભાર્થી ઓની સારવાર આપ્યા વગરજ યોજનાના ક્લેઇમ બુક કર્યા હોવાનું સાબિત થતાં રૂ.૧૭.૯૦ લાખ દિન ૭ માં જમા કરાવવા
ડો. કે એચ મિશ્રાએ હુકમ કરેલ અને ૩ માસ માટે આ યોજના માંથી સસ્પેન્ડ કરવા હોસ્પીટલને જણાવતા આ હોસ્પીટલના
મેનેજમેન્ટ સામે અનેક સવાલ ઉભા થવા પામેલ છે. કારણ કે એક તરફ હોસ્પીટલને દાતાશ્રીઓ દ્રારા કરોડો રૂ.નું ગરીબ દર્દીઓની
સારવાર માટે ફંડ મળે છે. બીજી તરફ સરકારની આયુષ્માન યોજનામાં સારવાર વગર નાંણા મેળવતા હોવાનું ફલીત થતા ચકચાર મચી
જવા પામેલ છે..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ટ્રસ્ટ સંચાલીત મહેતા હોસ્પીટલ છેલ્લા ઘણા સમયથી ન.પા. એ આપેલ નેત્રરક્ષા ચેરીટેબલ
ટ્રસ્ટને નિઃશુલ્ક આંખના દર્દીઓની સારવાર માટે ફાળવેલ એ જમીન શ્રીજીવન જ્યોત સંઘને ગેરકાયદેસર રીતે સોપી આપી હતી.
અને તેમાં માત્ર સવાના નામે કરોડો રૂ.નું ફંડ એકત્ર કરી ગરીબ દર્દીઓ માટે આર્શીવાદ સમાન આ હોસ્પીટલ ફક્ત નામ પુરતીજ
ગરીબો માટે હોય ખરી વાસ્તવિકતા કાંઇક અલગજ હોય તેમ આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતી થયેલ હોવાની ખાનગી રાહે સરકાર
માંથી તપાસ થવા પામેલ હતી. તેમાં ૧૦ લાભાર્થી ઓને સારવાર આપીજ નથી. અને ક્લેઇમ બુક કરાવ્યો ત્યારે મહત્વની બાબત એ
છેકે આ ૧૦ દર્દીઓએ કંઇ સારવાર આપવામાં આવી તેમજ જો સારવાર આપવામાં આવી હોય તો કઇ સારવાર આપવામાં આવી
અને સારવાર આપી છે તો દર્દી પાસેથી પણ સારવારના નામે પૈસા લીધા અને આયુષ્માન કાર્ડ અંતર્ગત ક્લેઇમ કરી સરકાર પાસેથી
પણ લાખો રૂ.લીધા આ અનેક સવાલ આ હોસ્પીટલના મેનેજમેન્ટ સામે ઉભા થવા પામેલ છે. જ્યારે અધિક નિયામક દ્રારા એવો
પણ ઉલ્લેખ કરવામાં આવેલ છેકે રૂ. ૧ લાખ ૭૯ હજાર દાવાઓના થાય છે. આયુષ્માન કાર્ડમાં ફ્રોડ કર્યાની ગાઇડ લાઇન પ્રમાણે કુલ
રકમના ૧૦ ગણા એટલે કે રૂ.૧૭.૯૦ લાખ ૯૦ હજાર દિવસ ૭ માં જમા કરાવવા આદેશ કરેલ છે. તથા આ બાબત ખુબજ ગંભીર
હોય મહેતા હોસ્પીટલને ૩ માસ માટે આયુષ્માન કાર્ડ યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તો આ સમગ્ર કોંભાડ કોના દ્રારા થયુ
હોસ્પીટલના તબિબો સ્ટાફ કે ટ્રષ્ટીઓ દ્રારા કોંભાડ આચરવામાં આવ્યુ તેવા અનેક સવાલ ઉભા થવા પામેલ છે. બીજી તરફ ઉના
ન.પા. ૭ દિવસમાં હોસ્પીટલના કબ્જો સંભાળવા નેત્રરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટને આખરી નોટીસ આપી છે તો હોસ્પીટલના વર્તમાન
ટ્રસ્ટીઓ પણ આ બાબતે મગનું નામ મરી પાડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે…
બોક્ષ્ – આ ૧૦ લાભાર્થી ઓના નામે કોંભાડ થયુ…
મહેતા હોસ્પીટલે આયુષ્માન કાર્ડ યોજનામાં કોંભાડ થયુ હોવાની તપાસ થતા આ ૧૦ દર્દી ઓના નામે ક્લેઇમ થયા રમિલાબેન
હસમુખભાઇ રામાણી, જાનુબેન ચૈહાણ, સોનુબેન બાંભણીયા, શારદાબેન બાબુભાઇ ડાભી, મોંધીબેન દાદુભાઇ દેવરા, વનીતાબેન
લાખાભાઇ પરમાર, ભાનુબેન પ્રતાપભાઇ કાતરીયા, હિનાબેન દિપકભાઇ રાણપરીયા, કંચનબેન માધુભાઇ વેગડા,…
બોક્ષ્ – આ ૧૦ લાભાર્થીએ મહેતા હોસ્પીટલમાં સારવાર લીધી છે કે નહી….
આ ૧૦ લાભાર્થીએ મહેતા હોસ્પીટલમાં સારવાર લીધી છેકે નહી અને જો સારવાર લીધી છે તો સેની સારવાર લેવામાં આવી ? જો
દર્દીએ સારવાર લીધી તો દર્દી પાસેથી પણ સારવારનો ચાર્જ લેવામાં આવ્યો છે તો એ ચાર્જ કેટલો લેવામાં આવ્યો આવા અનેક
સવાલ ઉભા થવા પામેલ છે…
બોક્ષ્ – કરોડોનું ફંડ મળતુ હોવા છતાં પણ આયુષ્માન કાર્ડમાં કોંભાડ આચર્યુ…
આ હોસ્પીટલના ટ્રસ્ટી મનસ્વી રીતે હોસ્પીટલનું સંચાલક કરતા હોવાની સારંવાર ફરીયાદ ઉઠવા પામેલ છે ત્યારે આ હોસ્પીટલને
કરોડો રૂપિયાનું ફંડ મળતુ હોવા છતાં પણ સરકારની અયુષ્માન કાર્ડ યોજનામાં કોંભાડ કર્યુ તે આશ્વર્યજનક બાબત કહેવાય…