Gujarat

ઊના શહેરમાંથી પસાર થતાં ડમ્પરોનો પસાર થવામાં રાત્રીનો સમય અનુકુળ… હવે સામાજીક અને રાજકીય આગેવાનો આગળ આવે…

ઊના – ઊના શહેરની વર્તમાન ભૈગોલીક પરિસ્થિતી જોઇએ તો વસ્તીની દ્રષ્ટીએ વામન ગણાતા આ શહેરમાં વિરાટ ટ્રાફીક સમસ્યા
જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં રાજુલાથી કોડીના અને નવાબંદર જેટીમાં જે પથ્થરોની સપ્લાય થઇ રહી છે. તેના કારણે રોજીંદા
૫૦ થી વધુ ઓવર લોડીંગ ડમ્પરોની અવર જવર રાહદારીઓ તથા વાહન ચાલકો માટે મોતના પથ્થરો લઇ આવા ડમ્પરો પસાર થાય
છે. અને તંત્ર પણ આ તમાશો નિહાળતુ હોય છે. છાશવારે નાના મોટા અકસ્માતની ઘટના બનતી હોય છે. તેમાંય છેલ્લા દોઢ માસમાં
બે લોકોને કચડી પણ નાખ્યા હોવા છતાં પણ આ મોતના પથ્થરોની હેરાફેરી કરતા આ ડમ્પરો પર બ્રેક લાગવાની વાત તો બાજુ પર
રહી ઉલ્ટાના ઓવર લોડીંગ ડમ્પરો સામે સ્થાનિક પોલીસ વિભાગ દ્રારા આર ટી ઓ દ્રારા કે ખાણખનીજ વિભાગ દ્રારા કાર્યવાહી
કરવામાં આ તસ્ટી પણ લીધેલ નથી. નાઘેર વાસીઓએ પોતાના અભિપ્રાય આપેલા જેમાં ઓવર લોડીંગ ડમ્પરો સામે કાર્યવાહીની
માંગ ઉઠવા પામેલ તેમજ શહેર માંથી પસાર થતાં ડમ્પરો માટે રાત્રીનો સમય નક્કી કરવાનો શૂર ઉઠવા પામેલ પરંતુ હાલ પણ સવાર
થી સાંજ સુધી ઓવર લોડીંગ ડમ્પરોની અવર જવર શરૂ છે. ત્યારે હવે દરેક સામાજીક તથા રાજકીય આગેવાનોની ફરજ છેકે પ્રજાને
પડતી હાલાકી માંથી મુક્તી કેમ મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ તેમજ આ બાબતે પોલીસે પણ જાગૃત થવાની જરૂર છે. અને
પોલીસે પણ એક લોકદરબાર યોજવો જોઇએ. અને આ લોકદરબારમાં શહેરમાં મોતના પથ્થર લઇને ફરતા ઓવર લોડીંગ ડમ્પરો માટે
શું કરવું જોઇએ કે જેનાથી વિકાસના કામો પણ ન અટકે અને શહેરીજનોને પડતી હાલાકી પણ દૂર થાય..
બોક્ષ્ – ઓવર લોડીંગ વાહનો સંપૂર્ણ બંધ થવા જોઇએ….રમેશભાઇ વંશ…
ઉના શહેર માંથી પસાર થતા ઓવર લોડીંગ વાહનો સંપૂર્ણ બંધ થવા જોઇએ અને સરકારમાં નિયમ મુજબ લોડીંગ વાહનો સંપૂર્ણ રીતે
ઢંકાઇને પસાર થાય જેથી કરીને રાહદારીઓની સલામતી જળવાઇ અને પ્રદુષણ નિયંત્રણ થાય..
બોક્ષ્ – શહેરમાં અકસ્માતોમાં ઘણી વખત માણસો મરતા મરતા બચી જાય છે…ઘીરેન પટેલ…
ખરેખર ઓવર લોડીંગ જે ટ્રક ચાલે છે તેબંધ થવાજ જોઇએ ઘણી વખત એવા અકસ્માત બન્યા છે. કે માણસો મરતા મરતા રહી ગયા
અને જો બંધ કરવામાં આવે તો બાયપાસનું કામ જે સામાન્ય બાકી રહ્યુ છે. તે તાત્કાલીક પૂર્ણ થાય અને શહેરને આવા ડમ્પરોથી
મુક્તી મળે….
બોક્ષ્ – મચ્છુન્દ્રી નદીના પુલ પરથી ઓવર લોડીંગ ડમ્પરો બંધ થવા જોઇએ…દિલીપભાઇ સોલંકી…
મચ્છુન્દ્રી નદીના પુલને અંદાજીત ૬૦ વર્ષથી વધુ સમય થઇ ગયેલ છે. અને પુલ પણ જર્જરીત છે. ત્યારે આ પુલ પર ઓવર લોડીંગ
વાહનોએ અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે. અને પુલ ધરાશય થવાની શક્યતા નકારી શકાતી નથી. માટે પુલ પરથી ઓવર
લોડીંગ વાહનોની અવર જવર બંધ થવી જરૂરી છે. ઓવર લોડીંગ વાહનો બાયપાસ પરથી પસાર થાય તે માટે નિર્ણય લેવો જરૂરી છે.
બોક્ષ્ – પોલીસ દ્રારા ઓવર લોડીંગ ડમ્પરો વિરૂધ્ધ કાર્યવાહી થઇ નથી…
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓવર લોડીંગ ડમ્પરો પોલીસની નજર સમક્ષથી પસાર થાય છે તેમ છતાં પણ કોઇ કાર્યવાહી થયેલ
નથી. હા પોલીસ દ્રારા સીટબ્લેટ ન બાંધ્યા હોય ત્રિપલ સવારી વાહન ચાલકો સામે ચોક્કસ કાર્યવાહી થાય છે. પરંતુ ઓવર લોડીંગ
ડમ્પર ચાલકો સામે કાર્યવાહી થતી નથી…
બોક્ષ્ – ઉના બાયપાસ રોડ પર માત્ર ૨૦૦ મીટરના રોડમાં માટીકાકરી ભરતીના અભાવે કામ અધુરૂ…

રબારી અને માલધારી સમાજના અગ્રણી ઉકાભાઇએ જણાવેલ કે ઊના બાયપાસ છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલુ છે ત્યારે રેલ્વે
ઓવરબ્રિજ પર માત્ર ૨૦૦ મીટર જેટલા રસ્તામાં માટી કાકરીનું કામ અધૂરૂ હોવાના કારણે બાયપાસ રોડ હજુ શરૂ થયેલ નથી. જેના
કારણે શહેર માંથી પસાર થતાં મોટા વાહનોના કારણે લોકો ભોગ બની રહ્યાં છે. આ બાબતે લોકોની સુખાકારી માટે તંત્ર દ્રારા
તાત્કાલીક કાર્યવાહી કરે તે જરૂરી છે.

-પસાર-થતાં-ડમ્પરોનો-પસાર-થવામાં-રાત્રીનો-સમય-અનુકુળ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *