ઊના શહેરમાં રહેતા અને નગર સેવકના ઘરની છેલ્લા એક થી છ માસ દરમ્યાન પીજીવીસીએલ દ્રારા અવાર નવાર વિજ ચેકીંગ કરવા
અધીકારીઓ તથા કર્મચારીઓ પહોચી અને પરીવારજનોને હેરાનગતી કરાતી હોવાના આક્ષેપ સાથે નગર પાલીકાના સદસ્ય
પરેશભાઇ બાબુભાઇ બાંભણીયાએ કાર્યપાલક ઇજનેર વિભાગ પીજીવીસીએલને લેખિત રજુઆત કરી હતી. અને અનામી-બેનામી
અરજીઓ કરનાર સામે દિવસ ૭ માં યોગ્ય તપાસ કરવામાં આવે અને કોઇ કાર્યવાહી નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત
ઉપવાસ આદોલન પર વિભાગીય કચેરી સામે જ ધરણાં પર બેઠશે. આ દરમીયાન જો કોઇ અનિચ્છનીય ઘટના બનશે તો સંપૂર્ણ
જવાબદારી જેતે જવાદાર તંત્રની રહે તેવી ચિમકી આપી હતી.
ઊના શહેરમાં મોટા કોળીવાડા વિસ્તારમાં રહેતા અને નગર પાલીકા સદસ્ય પરેશભાઇ બાબુભાઇ બાંભણીયાના રહેણાંક મકાને
પીજીવીસીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ અનામી-બેનામીની અરજીઓ અનુસંધાને વિજ ચેકીંગ કરવા પહોચી છેલ્લા
અંદાજીત ૧ વર્ષ અને ૬ મહીના જેવા સમય દરમ્યાન ઘરની સઘન વિજ ચોરી અંગે તપાસ કરવામાં આવે છે અને વધુમાં આ તપાસ
કોઇ અજાણી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ અરજીઓને અનુસંધાને જ કરવામાં આવે છે જે બાબતની આ તપાસ અધીકારીઓ,
કર્મચારીઓ પહોચી જતા હોય જેના કારણે પરીવારજનો ભયની લાગણી અનુભવી રહ્યા છે. આવી અજાણી વ્યકતિઓ કોઇ વિધ્ન
સંતોષી નનામી અરજીઓ કચેરી દ્વારા કરવામાં આવતું વિજ- ચેકીંગ કેટલું યોગ્ય છે ? છતા પણ આ તપાસ દરમીયાન કોઇ વિજ-
ચોરીની ઘટના નોંધી શક્યા નથી. તેમ છતા પણ આ બાબતનું પુનરાવર્તન થયા જ કરે છે. જેમાં કચેરીઓ પૈકીના કર્મચારીઓ પણ આ
બાબતમાં સામેલ હોય અમરેલી વર્તુળ કચેરી ખાતે ફરજ બજવતા કોઇ અધીકારીના ઇશારા પર આ કામગીરી કરી રહ્યાં હોવાનો
આક્ષેપ કરેલ છે. તેમના દ્વારા અમારા ઘરનું સરનામું ગુગલ મેપ નામની એડ્રોઇડ એપ્લીકેશન મારફત અમારા ઘરનું સરનામું, લોકેશન
પર પીન કરી માહીતીઓ રસ્તો ચિંધવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આમ અધિકારી, કર્મચારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ કરી
અન્ય અસામાજીક અને વિધ્ન સંતોષી શખ્સો દ્વારા વિજ- ચેકીંગની પાયા વિહોણી અરજીઓ કરી, અમારા પરીવારને માનસીક રીતે
હેરાન કરવા માટે કરવામાં આવે છે.
અરજીમાં વધુ જણાવેલ કે “શું હું કોઇ પાકિસ્તાની આતંક્વાદી છું ?, શું હું સ્વતંત્ર ભારતનો નાગરિક નથી? આ માનસીક ત્રાસ મારે
અને મારા પરીવારે ક્યા સુધી વેઠવો રહ્યો ?”, હું એક સમજદાર નાગરિક તરીકે વિજ ચેકિંગ દરમીયાન પી.જી.વી.સી.એલ. કચેરીના
અધીકારીઓ અને કર્મચારીઓ સંપુર્ણ સહયોગ આપું છું, તપાસમાં કશું મળતું નથી છત્તા પણ વારંવાર તપાસ શા કારણથી કરવામાં
આવે છે ? આ માત્ર પાયા વિહોણી નનામી અરજીઓના સંદર્ભથી થતુ હોવાનો આક્ષેપ કરેલ હતો. ઉના શહેર અને તાલુકાના ઘણા
ગામો જે તાબા હેઠળની પેટા-વિભાગીય કચેરીઓ હેઠળ આવે છે ત્યા ગેરકાયદેસર રીતે ઉચ્ચ વિદ્યુત ભાર સાથે ખાણ, ઉધોગ અને
વ્યવ્સાયનાં બિન-મિટર કનેક્શન ધરાવે છે જેનું અવલોકન કરેલ છે.
આમ આ બાબતે નનામી અરજીઓના સંદર્ભે છેલ્લા એક વર્ષમાં વારંવાર વિજચેકિંગ કરવા પહોચી જતા અધિકારીઓ કર્મચારીઓ
દ્રારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને આમ ૭ દિવસમાં કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે
આમરણાંત ઉપવાસ આંદોલન પર વિભાગીય કચેરી સામે જ ધરણાં પર બેસવા ચિમકી ઉચ્ચારી હતી.
