Gujarat

ઊના શહેરમાં યોગા હોલમાં આયુષ મેળામાં ૩૨૦૦ લાભાર્થીઓએ લાભ લીધો..

શાળાની બાળાઓ દ્રારા ધન્વંતરી વંદના, ગણેશ સ્તુતી, સંગીત સાથેની યોગ કૃતિ, સૂર્યનમસ્તે રજુ કરી.
ઊના – ઊના શહેરમાં યોગા હોલ ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરાયેલ જેમાં આરોગ્યની વિવિત તપાસ, સારવાર કરવામાં
આવી હતી. આ આયુષ મેળાનું ધારાસભ્ય કે સી રાઠોડ તથા ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી આયુષ મેળાને ખુલ્લો
મુકવામાં આવ્યો હતો. જેમાં વૈધ વિજયસિંહ ગોહીલ, જીલ્લા આર્યુવેદ અધિકારી ગીરસોમનાથ દ્રારા આયુષ મેળાની શરૂઆત કરી
હતી. ઉનાની જુદી જુદી શાળાઓની બાળાઓ દ્રારા ધન્વંતરી વંદના, ગણેશ સ્તુતી, સંગીત સાથેની યોગ કૃતિ, સૂર્યનમસ્તે રજુ કરાય
હતી, ધારાસભ્ય તેમજ અન્ય મહાનુભવો દ્રારા બાળાઓને રોકડ પુરસ્કાર આપી સન્માની કરવામાં આવ્યા હતા. આ આયુષ મેળામાં
જુદા જુદા ૧૫ જેટલા સ્ટોલની ઉભા કરાયા હતા. આ સ્ટોલની ધારાસભ્ય કે સી રાઠોડ તેમજ ઉપસ્થિત બાંધકામ સમીતીના ચેરમેન
રૂડાભાઇ શિંગડ, તાલુકા પં. પ્રમુખના પ્રતિનીધી સામતભાઇ ચારણીયા, જીલ્લા પં. સદસ્ય પ્રકાશભાઇ ટાંક, તાલુકા વિકાસ અધિકારી,
તાલુકા હેલ્થ ઓફીસર, ન.પા. ચીફ ઓફીસર, સીડીપીઓ, ખ્યાત નામ આર્યુવેદ નિષ્ણાંત વૈધ પાંચાભાઇ દમણીયા સહીતના તમામ
ઉપસ્થિત રહ્યા હતા. અને જુદીદી આયુષ અનેકવિધ સેવાઓ તથા આયુષ મેળાની કામગીરીને બિરદાવી હતી.
કાર્યકમમાં ડો.દમણીયાના હસ્તે આયુર્વેદનું શું મહત્વ છે તે અંગે દમણીયાએ ઉધ્બોધન કરેલ યોગ નિષ્ણાંતો દ્રારા આયુષ મેળાની
મુલાકાતે આવતા તમામને પ્રેક્ટીકલી યોગ પ્રણાયામની સમજ આપવામાં આવી હતી. તેમજ ષટકર્મો માંના વસ્ત્રધોતી, સુત્રનેતી,
જલનેતી કમોનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવેલ ગીરસોમનાથ જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મેડીકલ ઓફીસર સતીષ
પડશાળા, વૈધ રાકેશ શાહ તેમજ વૈધ પાંચાભાઇ દમણીયાને પ્રશસ્તિ પત્રો દ્રારા સન્માનીત કરવામાં આવેલ. આ આયુષ મેળામાં
આર્યુવુદ નિદાન ચિકિત્સા ૨૯૦, હોમીયોપેથી નિદાન ૧૩૭, સુવર્ણપ્રાશન ૯૩, અગ્નિકર્મ ચિકિત્સા ૧૩, ઉકાળા કેમ્પ ૬૩૦,
હોમીયોપેથી દવા આર્સનીક આલ્બક ૩૮૦, પ્રકૃતિ પરિભણ ૮૪, જરા ચિકિત્સા ૬૧, પંચકર્મ વનસ્પતિ ઐાષધિ પ્રદર્શન
સ્વાથ્યપ્રદર્શન, હબેલ વાનગી પ્રદર્શનમાં કુલ ૩૨૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

-યોગા-હોલમાં-આયુષ-મેળામાં-૩૨૦૦-લાભાર્થીઓએ-લાભ-લીધો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *