વેરાવળ અભ્યાસ કરવાના બહાને આવવા ના પાડતા ઉશ્કેરાય ગયેલ શખ્સે પિતા-પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી….
ઊનામાં રહેતા શખ્સે યુવતીના સ્નેપ ચેટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં યુવતી સાથે મિત્રતા બાંધી અને મોબાઇલથી મેસેજ દ્રારા
બન્ને વાતોચીતો કરતા હોય અને શખ્સે વેરાવળ અભ્યાસ કરવાના બહાને આવવા કહેલ જેથી યુવતીએ ના પાડતા ઉશ્કેરાય ગયેલ
શખ્સે યુવતી અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં શખ્સ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ
હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના શહેરમાં રહેતી ઉ.વ.૨૦ વર્ષની યુવતીના સ્નેપ ચેટ ઉપર શકલેન રશીદ જમરોટે નામના શખ્સે
ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં યુવતી સાથે મિત્રતા બંધાયેલ અને મોબાઇલથી મેસેજ દ્રારા બન્ને વાતોચીતો કરતા હોય અને
યુવતી પોતે રહેતો હોય તે જગ્યાથી વેરાવળ ખાતે અભ્યાસ કરવાના બાને આવવાનુ જણાવેલ હતું. જેથી યુવતીએ ના પાડતા શખ્સે
મોબાઇલમા સ્નેપ ચેટમાં ખરાબ મેસેજ મોકલી ગાળો આપી હતી. અને શખ્સે યુવતી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. આ ઉપરાંત શખ્સે યુવતીના ભાભીનો ફોટો યેનકેન પ્રકારે મેળવી બદઇરાદે ફેક આઇ.ડી બનાવી અજાણ્યા નંબર
ઉપરથી યુવતીના પિતાને ફોન કરી જેમ ફાવેતેમ બોલી મેસેજ કરતો હોય અને ફોન મારફતે ખરાબ સંદેશા મોકલતો હોય આથી
યુવતીએ શખ્સ વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આઇ.પી.સી કલમ-૩૫૪(ડી),૫૦૪,૫૦૬(૨),ઇન્ફોર્મેશન
ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(૨),૬૬(સી),૬૬(ડી),૬૭(અ) મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શખ્સજે ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.
