ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન કલારાણી ખાતે એકલવ્ય કોલેજમા વિશ્વ મહિલા દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી.
૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે જાહેર કરવામા આવ્યો છે .જે સંદર્ભે કલારાણી રંગલી ચોકડી ખાતે આવેલ એકલવ્ય કોલેજમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષમા એક કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેનનું પુસ્તક દ્રારા કોલેજના આચાર્ય રઘુભાઈ બારૈયા એ સ્વાગત કર્યું. એકલવ્ય કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા એ જણાવ્યું કે ૧૯૭૫ થી વિશ્વ મહિલા દિવસણી ઉજવણી કરવામાં આવે છે. સમાજમાં મહિલાઓ ને સન્માન મળે તે માટે આ દિવસ ઉજવાય છે. બહેનોને સામાજિક,આર્થીક,રાજકીય,અન્ય ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વર્તમાન સમયના કુરિવાજો અને કેટલાક અવરોધોનો સામનો કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. અધ્યક્ષ મલકાબેને જણાવ્યું કે મહીલાઓ આજે પુરુષ સમોવડી બની રહી છે. કોઈ ક્ષેત્રે બાકી નથી કે જેમાં મહિલાનું યોગ્યદાન ન હોય, ઉપસ્થિત અંગે વિદ્યાર્થીઓને મહિલા દિવસની શુભ કામનાઓ પાઠવવામાં આવી, બેચરલ ઓફ આર્ટસ,બેચરલ ઓફ કોમર્સ, બેચરલ ઓફ રુરલ સ્ટડી,માસ્ટર ઓફ સોસિયલવર્ક,D.SI, A.N.M અને G.N.M વિભાગના વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


