Gujarat

એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત, પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ

અમદાવાદ
અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. શાહપુર વિસ્તારમાં બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત થયું જયારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ય્ત્ન-૦૧ઇઉ૧૪૩૫ નંબરની કારે અકસ્માત સર્જયો છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નવા વાડજમાં રહેતા ૪૫ વર્ષીય ગાયત્રી ભાવસાર એક ચાઇલ્ડ ડેન્ટલ કેરમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. મંગળવારે ૫૦ વર્ષીય પતિ નીતિનભાઈ સાથે બાઇક લઈને શાહપુર ખાતે રહેતાં સાસુને મળવા બાઈક લઈને ગયા હતા. રાત્રીના સમયે શાહપુરથી પરત નવા વાડજ આવી રહ્યા હતા ત્યારે શંકરભુવન ફર્નિચર માર્ટની સામે પહોંચ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે બાઇકને ટક્કર મારી હતી.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *