તા.૧૫/૦૩/૨૦૨૩ સુધી કરી શકાશે ઓનલાઇન અરજી જ્યારે તા.૧૭/૦૪/૨૦૨૩ થી શરૂ થશે ઓનલાઇન પરીક્ષા (CEE)
જીલ્લા રોજગાર કચેરી-નડિયાદ ખાતે નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે
અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી)માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો જે આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો ઓનલાઇન અરજીમાં ભરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૫/૦૩/૨૦૨૩ છે. જ્યારે ઓનલાઇન પરીક્ષા (CEE) તારીખ ૧૭/૦૪/૨૦૨૩ થી શરૂ થનાર છે. આ ભરતીમાં જીલ્લાના ઓછામાં ઓછું ધો.૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ (બંને તારીખો સહિત)ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે. જીલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનું ઊજ્જ્વળ ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર જીલ્લા રોજગાર કચેરી-નડિયાદ ખાતે કામકાજના કલાકો દરમ્યાન નિ:શુલ્ક ધોરણે ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગે વધુ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે, તેમ જીલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
વધુ માહિતી મેળવવા માટે રૂબરૂમાં સ્વખર્ચે જીલ્લા રોજગાર કચેરી, નડિયાદ નો તેમજ રોજગાર સેતુ કોલ સેન્ટર (૬૩૫૭૩૯૦૩૯૦) પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
