Gujarat

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.110 અને ચાંદીમાં રૂ.616નો ઘટાડો

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં પણ સાર્વત્રિક નરમાઈનો માહોલઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7592 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12581 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.26 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,158 સોદાઓમાં કુલ રૂ.20,199.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7591.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12581.48 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 78,807 સોદાઓમાં કુલ રૂ.4,170.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,950 અને નીચામાં રૂ.55,704ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.110 ઘટી રૂ.55,754ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.44,567 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.5,519ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,849ના ભાવે ખૂલી, રૂ.104 ઘટી રૂ.55,688ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,671ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,694 અને નીચામાં રૂ.68,081ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.616 ઘટી રૂ.68,284ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.578 ઘટી રૂ.68,337 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.578 ઘટી રૂ.68,352 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,280 સોદાઓમાં રૂ.1,538.42 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.210.50 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.75 ઘટી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.15 ઘટી રૂ.748.45 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 35,503 સોદાઓમાં કુલ રૂ.1,872.43 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,154ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,178 અને નીચામાં રૂ.6,081ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.34 ઘટી રૂ.6,158 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.50 ઘટી રૂ.311.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 222 સોદાઓમાં રૂ.10.59 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.40 ઘટી રૂ.1067.40 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,686.97 કરોડનાં 3,016.928 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,483.46 કરોડનાં 362.228 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.891.18 કરોડનાં 14,51,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.981 કરોડનાં 31546250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.59 કરોડનાં 98.64 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,816.410 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 896.614 ટન, ક્રૂડ તેલમાં 1167100 બેરલ અને નેચરલ ગેસમાં 44438750 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 503.64 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.25.89 કરોડનાં 334 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,549ના સ્તરે ખૂલી, 62 પોઈન્ટ ઘટી 15,485ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,581.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.520.50 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.134.03 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,606.22 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,319.79 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.284.65 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.142 ખૂલી, ઊપરમાં રૂ.157.60 અને નીચામાં રૂ.117.80 રહી, અંતે રૂ.23.30 ઘટી રૂ.146.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.60 ખૂલી, ઊપરમાં રૂ.15.80 અને નીચામાં રૂ.10.50 રહી, અંતે રૂ.10.10 ઘટી રૂ.11.25 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.411 અને નીચામાં રૂ.304.50 રહી, અંતે રૂ.62 ઘટી રૂ.325 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.990 ખૂલી, ઊપરમાં રૂ.1,008.50 અને નીચામાં રૂ.869.50 રહી, અંતે રૂ.198 ઘટી રૂ.887 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.361.50 ખૂલી, ઊપરમાં રૂ.385 અને નીચામાં રૂ.320 રહી, અંતે રૂ.36 ઘટી રૂ.325.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.105 ખૂલી, ઊપરમાં રૂ.134.60 અને નીચામાં રૂ.95.90 રહી, અંતે રૂ.8.30 વધી રૂ.103.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.70 ખૂલી, ઊપરમાં રૂ.19.15 અને નીચામાં રૂ.12.70 રહી, અંતે રૂ.8.90 વધી રૂ.17.90 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.117 ખૂલી, ઊપરમાં રૂ.169 અને નીચામાં રૂ.117 રહી, અંતે રૂ.25.50 વધી રૂ.164.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,848 ખૂલી, ઊપરમાં રૂ.2,061.50 અને નીચામાં રૂ.1,824.50 રહી, અંતે રૂ.263 વધી રૂ.1,948.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.37 ખૂલી, ઊપરમાં રૂ.43 અને નીચામાં રૂ.30.50 રહી, અંતે રૂ.11.50 વધી રૂ.42.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *