Gujarat

એલ.સી.બી. શાખા અમરેલી તથા અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી પડી ગયેલ મોબાઇલ ફોન મુળ માલીકને શોધી પરત આપ્યા બાબત.                        

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે. એમ. કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
                        અમરેલી શહેરના નાગરીકશ્રી ઇબ્રાહિમભાઇ અલીહુસેનભાઇ ત્રવાડી રહે. જુની શાકમાર્કેટ પાછળ વાણીયા વોરા શેરી અમરેલી વાળા અત્રે ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આવેલ અને જણાવેલ હોય કે, ગઇ તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ તેઓ તથા તેમના પત્નિ તેઓના ઘરેથી કાશ્મીરા ચોકથી કોલેજ સર્કલ સુધી ગયેલ હતા. તે દરમ્યાન તેઓના પત્નિનો મોબાઇલ ફોન ( REALME 6 ) રસ્તામાં પડી ગયેલ હોય, જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ના સ્ટાફ દ્વારા નાગનાથ મંદિર પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ એક મોબાઇલ ફોન ગાડીમાં બેસેલ મહીલા પાસેથી પડતો જોવા મળેલ બાદ થોડી વાર પછી એક ઇસમ ત્યાથી નિકળતા તેઓને સરદહું મોબાઇલ ફોન ધ્યાને આવતા તે મોબાઇલ ફોન લેતા જોવા મળેલ બાદ તે અજાણ્યા ઇસમને ટ્રેક કરતા તે ઇસમ રાજકમલ ચોકમાં આવેલ સ્ટાર મોબાઇલ નામની દુકાનમાં થોડીવાર બેસતો જોવા મળેલ હોય, તે દરમ્યાન એલ.સી.બી.શાખાના પી.એસ.આઇ.શ્રી એમ.ડી. સરવૈયા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી રાજકલમ ચોક વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા, તેઓને સદરહું વિગતે જાણ કરતા તેઓ દ્વારા સદરહું અજાણ્યા ઇસમની રાજકમલ ચોકમાં આવેલ સ્ટાર મોબાઇલની દુકાનના માલીકને પુછપરછ કરતા મોબાઇલ ફોન લઇ જનાર ઇસમની ઓળખ થયેલ હોય, જેથી ઉપરોકત મોબાઇલ ફોન મેળવી મુળ માલીકના જણાવ્યા મુજબનો મોબાઇલ ફોન તેઓને બતાવતા આ મોબાઇલ ફોન તેઓનો હોવાનું જણાવેલ હોય, જે મોબાઇલ ફોન ( REALME 6 ) મુળ માલીકને ખરાઇ કરી સહી સલામત સોપી આપેલ છે.
આમ એલ.સી.બી.શાખા અમરેલીના પી.આઇ.શ્રી એ. એમ. પટેલ તથા ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પોલીસ સ્ટાફ દ્વારા તથા એલ.સી.બી. શાખાના પી.એસ.આઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી દ્વારા તાત્કાલીક અસરકારક કામગીરી કરી મુળ માલીકની ખરાઇ કરી મોબાઇલ ફોન કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી મુળ માલીકને પરત કરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230310-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *