સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એસએસસી બોર્ડના સામાજિક વિજ્ઞાાન વિષયનુંં મ મૂ. કેન્દ્ર શ્રી ટી.પી. અને એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ અમરેલી મૂકામે ચાલી રહ્યું છે.જેમાં આ વિષયનાં વય નિવૃત્ત થઈ રહેલ શિક્ષકશ્રીઓ ડી.સી.શિરોયા, પી.એફ.ગોસાઈ,રામભાઈ ચાવડા, ટી.આર.રાઠોડ, જે.બી.સોલંકી તથા ‘શ્રેષ્ઠ શિક્ષક/આચાર્ય પારિતોષિક’સન્માન મેળવનાર શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ,શ્રી સલીમભાઈ કુરેશી,આ શાળાના આચાર્ય અને મ. મૂ. કેન્દ્ર સંચાલક શ્રી અરૂણાબેન માલાણીનું સામાજિક વિજ્ઞાાન વિષયનાં સમગ્ર શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા શાલ,શ્રીફળ, સાકરનો પડો,પેન,બુક,ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અનુરૂપ વિદાયમાન શિક્ષકો વતી શ્રી જે.બી.સોલંકી સાહેબે આભારની લાગણી વ્યક્ત કરી પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી સામાજિક વિજ્ઞાાન વિષયનાં શિક્ષક ભાઈઓ બહેનોની સાથે ગાળેલાં સ્મરણોને યાદ કર્યા હતા.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહી શ્રી અરૂણાબેને પણ વક્તવ્ય આપી સન્માનિત શિક્ષકોને બુક આપી પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઉમેશભાઈ ડોબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે વિદાયમાન શિક્ષકો દ્વારા સમગ્ર શિક્ષકોને આઇસ્ક્રીમ ખવરાવી ગળ્યું મો કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનાં આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર સામાજિક વિજ્ઞાાન વિષયનાં શિક્ષક ભાઈઓ બહેનોએ અને ખાસ કરીને શ્રી રામભાઈ કેશવાલા, શ્રી બી. ટી. ખાચર. શ્રી નિલેશભાઈ મહેતા શ્રી ઉમેશભાઈ ડોબરિયાએ સારી જહેમત ઉઠાવી હતી.


