નિસાર શેખ,મહુધા
એસ.પી.શાહ હાઈસ્કૂલ મહુધા ખાતે જાહેર પરીક્ષા 2023 નાં સંદર્ભમાં મહુધા અને મહેમદાવાદ શાળાના આચાર્યોની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી , નડિયાદના EI જે.આર.મેકવાન , રાજેશભાઈ સૂમેરા , પ્રભાતભાઈ રબારી , AEI મહેન્દ્રભાઈ ડાભી , શ્રુતિ બેન , જે.આર.શુકલ , એ.આર.શુકલ તેમજ આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહી આગામી માર્ચ 2023 ની SSC , HSC ની પરીક્ષાઓ સુચારુ આયોજન અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મેળવેલ વિપુલભાઈ પટેલ નુ સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુધા એસ.પી.શાહ હાઇસ્કૂલના આચાર્ય સંજયકુમાર પંચાલ નાઓ દ્વારા કર્યું હતું.મૈત્રી શાળા વિકાસ સંકુલ નાં કન્વીનર સુરેશભાઈ પટેલ નાઓ દ્વારા આભાર વિધિ કરી હતી


