ઓખા
ગુજરાતના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો સિગ્નેચર બ્રિજ છે. ભારતનો સૌથી મોટો બ્રિજ છે. આ બ્રિજ કચ્છના અખાત અને ઓખા બેટ દ્વારકા ટાપુને જાેડતો પુલ છે.૨૦૧૬માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજના કરવામાં આવ્યુહતુ. આ પુલની કુલ લંબાઈ ૨૩૨૦ મીટર છે. જેમાં કેબલ બ્રિજ ૯૦૦ મીટર લાંબો છે. આ બ્રિજમાં બંને બાજુ ૧૩ સ્પાનની લંબાઈ ૫૦ મીટર છે.ઓખા અને બેટ દ્વારકા બાજુના અભિગમોની લંબાઈ અનુક્રમે ૨૦૯ મીટર અને ૧૧૦૧ મીટર છે. પુલને ટેકો આપતા બે છ-આકારના સંયુક્ત તોરણો ૧૨૯.૯૮૫ મીટર ઊંચા છે. આ પુલની કુલ પહોળાઈ ૨૭.૨ મીટર (૮૯ ફૂટ) છે, જેમાં દરેક દિશામાં બે લેન છે અને દરેક બાજુએ ૨.૫ મીટર (૮ ફૂટ) પહોળી ફૂટપાથ છે. ફૂટપાથ શેડની ઉપરની સોલાર પેનલ ૧ મેગાવોટની ક્ષમતા ધરાવે છે.