ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસનાડ પ્રાથમિક શાળાનાં બાળકોને મધ્યાહન ભોજન સંચાલક શ્રીમતી નયનાબેન સુરતી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.
શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોએ પૌષ્ટિક ભોજનની મિજબાની ભરપેટ માણી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


