મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ કુસ્તી ટુર્નામેન્ટમાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ. કે. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન કપડવંજના દ્વિતીય સેમેસ્ટરના તાલીમાર્થી ધવલકુમાર અમૃતભાઈ મકવાણા એ ૭૦-૭૪ વજન શ્રેણી માં “ગોલ્ડ મેડલ” પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા લેવલ પરની કુસ્તી ની સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર નું પ્રતિનિધિત્વ તરીકે મકવાણા ધવલકુમર અમૃતભાઈ નું સિલેકશન થયેલ છે. અને આગામી સમય માં મહારાષ્ટ્ર મુકામે ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા જશે.
તેમને મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ બી.એડ કોલેજ ના પ્રિન્સીપાલ પરેશભાઈ પટેલ તેમજ કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી


